કાર્યક્રમ:ચુંવાળ પંથકમાં શરદ પૂનમની ધામધૂમથી ઉજવણી કરાશે

રામપુરાભંકોડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રામપુરાભંકોડામાં આવેલા અંબાજી મંદિરે ભવ્ય રાસ- ગરબા, મહા આરતી, સહિતનું આયોજન કરાયું

ચુંવાળ પંથક માં નવરાત્રિના નવ દિવસ અને દશેરાની શ્રદ્ધાભેર ઉજવણી બાદ શરદપૂનમની પણ ઠેરઠેર ઉજવણી થશે. પંથકના લોકો શરદપૂનમની રાત્રે દૂધ પૌવા ની જયાફત માણશે. રામપુરાભંકોડા ના પ્રસિદ્ધ અંબાજી મંદિર શરદ પૂનમ ની રાત્રે સંગીત પાર્ટી સાથે હવે રાસ ગરબા મહાઆરતી લહાણી અને ખેલૈયાઓને પ્રોત્સાહક ઇનામ સહિત ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે. ચુંવાળ પંથક માં નવલી નવરાત્રીના નવ દિવસ અને દશેરા સહિત ની શ્રદ્ધાભેર ઉજવણી પંથકના લોકોએ કરી હતી. તહેવાર પ્રિય ચુવાળ પંથક વાસીઓ આગામી શરદપૂનમની પણ ઉત્સાહભેર ઉજવણી કરશે.

રામપુરાભંકોડા માં આવેલા પ્રસિદ્ધ અંબાજી મંદિર તારીખ.20/10/2021 ને બુધવારના રોજ શરદપૂનમની રાત્રે સંગીત પાર્ટી સાથે ખેલૈયાઓ રાસ ગરબા રમશે. ગામની બાળાઓ પોતાના ઘરેથી જ આરતી ની થાળી તૈયાર કરી ને આવશે. ગામની બાળાઓ સમૂહમાં અંબા માતાજી ની આરતી ઉતારશે. રાસ ગરબા રમતા ખેલૈયાઓ ને લહાણી અને પ્રોત્સાહક ઇનામ નું પણ આયોજન કરવામાં આવ્યું છે. અંબાજી મંદિરના ટ્રસ્ટીઓ ને આયોજકો દ્વારા શરદપૂનમ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...