તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:અશોક નગર ગામે નિર્માણ પામી રહેલા લીમ્બચ ધામની મા કનકેશ્વરી દેવી સહિત સંતો મુલાકાત લીધી

રામપુરા ભંકોડા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કનકેશ્વરી દેવી એ ગામના વિકાસ માટે મહિલા સરપંચ ની પ્રશંસા કરી

અશોક નગર ગામે સમસ્ત આલ રબારી સમાજ સહિતના સહયોગથી નિર્માણ પામી ગયેલા લીમ્બચ માતાજી ના મંદિર ની પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 મા કનકેશ્વરી દેવીજી સહિત સંતો મહંતો અને અગ્રણીઓએ મુલાકાત લીધી હતી. અશોક નગર માં પરમ પૂજ્ય કનકેશ્વરી દેવી સંચાલિત સદગુરુ ધામ આશ્રમ માર્ગ પર અશોક નગર આલ રબારી સમાજ ના કુળદેવી લીમ્બચ માતાજી નું મંદિર સહિતનું સંકુલ નિર્માણ પામી રહ્યું છે.

નિર્માણ પામી રહેલા લીંબોચ ધામની બુધવારના રોજ પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 મા કનકેશ્વરી દેવી જી,પ.પૂ. મહંત રામબાલક નાથજી, પપૂ. મહંત લખીરામ બાપુ દેત્રોજ રબારી સમાજની ગુરુગાદી, રાજા ભુવા કાસવા ગોગા ધામ, લાલજી ભાઈ ભુવાજી લીંબોચ માતાજી, ભેમાભાઈ દેસાઈ, કરમશીભાઈ દેસાઈ, હરજી ભાઈ દેસાઈ, વાલજીભાઈ દેસાઇ, ( ભુવાજી) સહિત ઉપસ્થિત રહ્યા હતા, સંતો મહંતો નું અશોક નગર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ શરૂ લત્તાબેન અને તેમના પતિ કિરીટકુમાર સવિતા અગ્રણીઓ દ્વારા ફુલ હાર સાથે સામૈયા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય કનકેશ્વરી દેવીએ મહિલા સરપંચ દ્વારાગામમાં થઈ રહેલા વિકાસકાર્યોની પ્રશંસા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...