અકસ્માત:કોકતા ગામ નજીક રિક્ષા પલટી જતાં 2 ઇજાગ્રસ્ત, પાંજરપોળના ટ્રસ્ટી ઘાયલ થયા

રામપુરા ભંકોડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રામપુરા પનાર માર્ગ પરના કોકતા ગામ પાસે રિક્ષા પલ્ટી ખાઈ જતાં રિક્ષામાં મુસાફરી કરી રહેલા ત્રણ મુસાફરો પૈકી બે મુસાફરોને ઇજા થતા વિરમગામની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. રામપુરાભંકોડાની પાંજરાપોળના ટ્રસ્ટી પૂર્વ સરપંચ દિનેશકુમાર કેશવલાલ શાહ એલ.આઇ.સીના કામકાજ અર્થે રામપુરા ભંકોડાથી વિરમગામ જઈ રહ્યા હતા. વલાણા ગામ પાસે એકાએક રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. રિક્ષામાં મુસાફરી કરી રહેલા ડી કે શાહ અને રમેશભાઈ શાહને હાથે-પગે અને ખભા પર નાની મોટી ઇજા થતા સારવારથી વિરમગામ ભાગ્યોદય હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...