ટ્રાન્સફર:માંડલ અને દેત્રોજ PSIની બદલી

રામપુરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસ વડાએ વહીવટી સરળતાને કારણે માંડલ અને દેત્રોજ પોલીસ સ્ટેશનના પીએસઆઇની બદલી કરી છે. માત્ર બે મહિના પહેલાં જ માંડલ અને દેત્રોજ પોલીસ સ્ટેશનમાં નવા મુકાયેલા પીએસઆઈની બદલી કરવામાં આવી છે. માંડલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ આર એસ શેલાણાની બદલી એસ.ઓ.જી શાખામાં કરવામાં આવી છે. જ્યારે દેત્રોજ પોલીસ સ્ટેશનના પીએસઆઇ જેડી દેવડાની વિરમગામ શહેર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. સાણંદ પોલીસ સ્ટેશન પીએસઆઇ એસ આઈ પટેલ પટેલની માંડલ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...