તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ધાકડી લબ્ધિ ધામ જૈન તીર્થમાં યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો

રામપુરાભંકોડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પદ્માસન મુદ્રામાં બિરાજમાન અંતરીક્ષ પાર્શ્વનાથ પ્રભુ પર પંચામૃત શુદ્ધ નદીના જળ, પુષ્પવૃષ્ટિ, સુગંધી દ્રવ્યોનો પ્રભુ પર અભિષેક થશે

ધાકડી લબ્ધિ ધામ જૈન તીર્થમાં લબ્ધિ ગુરુકૃપા પાત્ર પ.પુ.આ.દેવ શ્રીમદ્દિજય શીલ રત્ન સૂરીશ્વરજી મહારાજા ની શુભ પ્રેરણાને નિશ્રા અને પૂજ્ય મસાના શિષ્ય રત્ન પૂજ્ય મુનિરાજ સમ યજ્ઞ અને પૂજ્ય મુનિરાજ સિદ્ધ રત્ન મસાની નિશ્રામાં સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે પાવન પ્રસંગો યોજાયા હતા. પૂજ્ય મસાના શિષ્ય રત્ન પૂ.મુનિરાજ સિદ્ધરત્નવી. મ.સા.ના31 માં જન્મદિનોત્સવ નિમિત્તે શનિવારના રોજ પ્રભુ નેમિનાથના અધિષ્ઠાયિકામાં ભગવતી અંબિકા માતાજીનું (1300 વર્ષ પ્રાચીન )પૂજન યજ્ઞ કરવામાં આવ્યો હતો. સંગીતકાર ઋષભને સંગીત મધુર સુરાવલી સાથે પંડિત આશિષભાઈ દ્વારા શું વિશુદ્ધ વિધિ-વિધાન તથા મંત્રોચાર પૂર્વક માતાજીનો યજ્ઞ યોજાયો હતો.

પૂજ્ય મુનિરાજ સિદ્ધ રત્ન મસા ના સાંસારિક પરિવાર થરા નિવાસી ભગવતીબેન દિનેશભાઈ બાબરીયા હાલ સુરત બાબરીયા પરિવાર તથા પરમગુરૂ ભક્ત રમીલાબેન હરિભાઈ શાહ પરિવારે પૂજનનો લાભ લીધો હતો. આજે રવિવારના દિવસે સમસ્ત વિશ્વ,દેશ અને રાજ્ય ના કલ્યાણ કલ્યાણ અર્થે મંગલકારી થાય તેવા શુભ આશયથી પ.પૂ.શીલ રત્ન સૂરીશ્વરજી મસા આદિ થાણા ની પ્રેરણાને શુભ નિશ્રામાં શક્રસ્તવ અભિષેક યોજાશે.

લબ્ધિ ધામ તીર્થ પદ્માસન મુદ્રામાં બિરાજમાન અંતરીક્ષ પાર્શ્વનાથ પ્રભુ પર પંચામૃત શુદ્ધ નદીના જળ, પુષ્પવૃષ્ટિ, સુગંધી દ્રવ્યોનો પ્રભુ પર અભિષેક કરવામાં આવશે. શક્રસ્તવ અભિષેક નો લાભ પૂજ્ય સાધ્વી મહર્ષિ રત્ના શ્રીજી મસાના સાંસારિક પરિવાર અ.સૌ. રક્ષાબેન દિલીપભાઈ વેલાણી ખારીયા- અમદાવાદ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...