પરવાનગી વિના રજા:વિરમગામના લાઈનમેનને કારણદર્શક નોટિસ અપાઇ

રામપુરાભંકોડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જેટકો 220 કે.વી. સબ સ્ટેશન વિરમગામમાં લાઇનમેનને ફરજ દરમિયાન અનિયમિત બાબતે અધિક ઇજનેર પ્રવહન સુરેન્દ્રનગર દ્વારા કારણ દર્શક નોટિસ આપવામાં આવી છે.

જેટકો 220કે.વી. સબ સ્ટેશન વિરમગામમાં લાઈનમેન તરીકે ફરજ બજાવતા અેચ.કે. ચાવડાને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ પ્રવહન વર્તુળ કચેરી સુરેન્દ્રનગરના અધિક ઇજનેર દ્વારા આપવામાં આવેલી કારણદર્શક નોટિસમાં જણાવવામાં આવ્યું છે. એચ.કે. ચાવડા લાઈનમેન તરીકે 220 કે.વી. વિરમગામ સબ- સ્ટેશન ખાતે ફરજ બજાવો છો. તમારી લાઈન મેન તરીકેના સમયગાળા દરમિયાન તમોએ તમારી ફરજો નિયમિત બજાવેલr નથી તેમજ તમો અવારનવાર ઉપરી અધિકારીની પરવાનગી વગર ગેરહાજર રહેલા છો તેમજ કંપનીના કાર્યોમાં બિન-જરૂરી વિક્ષેપો ઊભા કરો છો તેમજ તમારા વાર્ષિક ખાનગી અહેવાલ પરથી એવુ સાબિત થાય છે કે તમારી કામગીરી વર્તણુક, ફરજો પ્રત્યેની બેદરકારીઓ વિગેરે જોતા નિર્ણય લેવામાં આવ્યો છે કે તમોને તમારી હાલની લાઈનમેન ની કેડરમાં નીચે કેમ ન મૂકી દેવા?, કારણ દર્શક નોટિસ મળ્યાના સાત દિવસમાં સક્ષમ અધિકારી મારફત ખુલાસો મોકલી આપવા જણાવવામાં આવ્યું છે. ફરજમાં બેદરકારી બદલ લાઇનમેનને ફટકારવામાં આવેલી નોટિસને પગલે ચકચાર મચી છે.

અન્ય સમાચારો પણ છે...