તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ગ્રામ્ય SOG ટીમના ખેંગારિયામાં દરોડા, 8 જુગારીને રૂ. 13,300ની રોકડ સાથે ઝડપી લેવાયા

રામપુરા ભંકોડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લા ગ્રામ્ય એસઓજીની ટીમે મળેલી ખાનગી બાતમીને આધારે ખેંગારીયા ગામે મકાનની બાજુની ખુલ્લી જગ્યામાં છાપો માર્યો હતો પાના પત્તા પર પૈસાનો જુગાર રમતા આઠ શકુનિઓને રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા અમદાવાદ જિલ્લા ગ્રામ્ય એસ.ઓ.જી ટીમને મળેલી ખાનગી બાતમીના આધારે ખેંગારીયા મા ખેંગારભાઈ ભીખાભાઈ કોળી પટેલના મકાન ની બાજુની ખુલ્લી જગ્યામાં છાપો માર્યો હતો. ગંજીપાના પત્તા પર પૈસાથી હારજીતનો જુગાર રમતા આઠ શકુનિઓને રૂપિયા 13300 રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા જુગાર રમતા પકડાયેલા શખ્સોમાં મેલા ભાઈ વિઠ્ઠલભાઈ કોળી પટેલ, અર્જુનભાઈ ચેલાભાઈ કોળી પટેલ, અશ્વિનભાઈ ચમનભાઈ કોળી પટેલ, પ્રકાશભાઈ ગોકુળભાઈ કોળી પટેલ, પુરુષોત્તમભાઈ ધીરુભાઈ કોળી પટેલ, કિશનભાઇ રણ સિંગ ભાઈ કોળી પટેલ, અશ્વિનભાઈ કેશાભાઈ કોળી પટેલ વેણી રામ ગોરધનભાઈ કોળી પટેલ વિરુદ્ધ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ઘનશ્યામભાઈ કનુભાઈ કોન્સ્ટેબલ એસઓજી શાખાએ જુગારધારાની કલમ મુજબ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...