તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિરમગામ વિધાનસભા મતવિસ્તારના વિરમગામ માંડલ અને દેત્રોજ તાલુકા સહિત વિસ્તારના જનહિતના પ્રશ્નો મોકલી આપવા વિરમગામ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
આગામી ગુજરાત વિધાનસભા નું બજેટ સત્ર તા.1/3/2021 શરૂ થવાનું છે. વિધાનસભામાં પૂછવામાં આવતા પ્રશ્નો નિયમ મુજબ લેખિતમાં અગાઉથી મોકલવાના હોય છે. વિરમગામ વિધાનસભા વિસ્તારના વિરમગામ માંડલ અને દેત્રોજ ગ્રામ્ય વિસ્તાર મતદારો સહિત ગુજરાતના યુવા મિત્રો, ખેડૂતો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, શ્રમિકો, વેપારીઓ, જો આપની પાસે જનહિતમાં કોઈ પણ પ્રશ્નો વિધાનસભામાં પૂછવા યોગ્ય હોય તો તા.25/2/2021 સુધીમાં Whatsapp અથવા તો email દ્વારા મોકલી આપવા લાખાભાઈ ભરવાડ ધારાસભ્ય વિરમગામ દ્વારા એક યાદીમાજણાવવામાં આવ્યું છે જનહિતના પ્રશ્નો ને વિધાનસભામાં વાચા આપવાનો પ્રયાસ કરવામાં આવશે. લોકોના વણઉકેલાયેલા પ્રશ્નો માટે વિધાનસભામાં રજૂઆત કરવામાં આવશે. જેથી ખેડૂતો સહિતના પ્રશ્નોનો તાકીદે ઉકેલ લાવી શકાશે. પંથકના લોકોને અનેક સમસ્યા સતાવી રહી છે. જેની રજૂઆત કરાશે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.