તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:એક વરથી બંધ મહેસાણા- વિરમગામ વચ્ચે દોડતી પેસેન્જર ટ્રેન આજથી શરૂ

રામપુરાભંકોડા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાંજના સમય ની બંને તરફની ટ્રેનો જકશી જોટાણા અને લીંચ ઊભી નહીં રહે, ધંધા-રોજગાર અર્થે આવતા-જતા લોકોમાં આનંદની લાગણી છવાઈ છે

વિરમગામ- વલસાડ, વિરમગામ -મહેસાણા પેસેન્જર ટ્રેન શરૂ કરવા માટેની માંગ સાથેના સૌપ્રથમ અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયા હતા. હાલ રેલવે તંત્ર દ્વારા વિરમગામ -મહેસાણા પેસેન્જર ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના વાયરસને કારણે એક વર્ષ કરતા વધુ સમયથી બંધ કરાયેલી મહેસાણા -વિરમગામ વચ્ચે દોડતી પેસેન્જર ટ્રેન આજ શુક્રવારથી પુનઃ શરૂ થશે. ચુવાળ પંથકના ધંધા-રોજગાર અને અર્થે વિરમગામ, વિરમગામ તરફ આવતા જતા લોકો અને વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી છવાઇ છે.

સાંજના સમયે મહેસાણા તરફ જતી અને મહેસાણા તરફથી વિરમગામ તરફ જતી બંને ટ્રેનો જકશી જોટાણા અને લીંચ સ્ટેશન પર ઉભી રહેશે નહીં તેવું તંત્ર દ્વારા એક યાદીમાં જણાવ્યું છે. વિરમગામ થી સવારના 7:00 કલાકે ઉપડશે. જે જકશી-7:9, ભંકોડા-7:19, દેત્રોજ-7:31, કટોસણ રોડ-7.41, જોટાણા-7.52, લીંચ-8.02, અને મહેસાણા-8.30 કલાકે પહોંચશે. મહેસાણાથી પરત સવારે 9:20 કલાકે ઉપડી ને 10:50 કલાકે વિરમગામ પહોંચશે. દરેક સ્ટેશન પર બે મિનિટનું સ્ટોપેજ આપેલું છે.

તેવી જ રીતે વિરમગામથી સાંજના 05:25 કલાકે ઉપડશે. 05:42 કલાકે ભંકોડા, 05:54 કલાકે દેત્રોજ, 06:02 કલાકે કટોસણ રોડ, અને 06:50 મહેસાણા પહોંચશે. મહેસાણાથી પરત મોડી સાંજે 7 30 કલાકે ઉપડશે. કટોસણરોડ દેત્રોજ ભંકોડા સ્ટેશને ઊભી રહી રાત્રે 9:00 વિરમગામ પહોંચશે. છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી બંધ કરવામાં આવેલી આ પેસેન્જર ટ્રેનો ને પુનઃ શરૂ કરવા લાખાભાઈ ભરવાડ ધારાસભ્ય વિરમગામ દ્વારા પણ રેલવે તંત્રને રજૂઆતો કરી હતી.

આ ટ્રેનો શરૂ થતાં ચુંવાળ પંથકના વેપારીવર્ગ નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થી વર્ગ સહિત લોકો લોકોમાં આનંદની લાગણી છવાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિરમગામથી સવારના સમયે ઉપાડતી વિરમગામ વલસાડ અને વલસાડથી ઉપડી રાત્રે વિરમગામ પહોંચતી પેસેન્જર ટ્રેન રેલવે તંત્ર દ્વારા સત્વરે શરૂ કરાય. રાત્રે વિરમગામ રોકાણ કરતી આ ટ્રેનને મહેસાણા સુધી લંબાવી દેવામાં આવે અને વહેલી સવારે પરત મહેસાણાથી વાયા વિરમગામ થઈ અમદાવાદ વલસાડ પહોંચે તેવી રીતે લંબાવવામાં આવે તેવી લોક માગણી છે.

અન્ય સમાચારો પણ છે...