તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:દેત્રોજ તાલુકા પંચાતની 16 બેઠકો પૈકી દેત્રોજ-2 અને રામપુરા બેઠક પર સૌથી વધુ ઉમેદવારો

રામપુરાભંકોડા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તાલુકા પંચાયતની ચૂંટણીમાં એક જ ગામના 3-3 ઉમેદવારો ઝંપલાવશે

જિલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી ઉમેદવારી નક્કી થયા બાદ દરેક પક્ષના ઉમેદવારોએ ચૂંટણી જીતવા માટે પૂરજોશમાં તૈયારી શરૂ કરી દીધી છે.

દેત્રોજ તાલુકા પંચાયતની 16 બેઠકો પૈકી દેત્રોજ-2 અને રામપુરા બેઠક પર સૌથી વધુ 4-4 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે અને તેમાં પણ એક જ ગામના 3-3 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે દેત્રોજ- બેઠક પર ઉદાજી કેશાજી ઠાકોર- આપ માથી, ભલાજી માનસંગજી ઠાકોર- કોંગ્રેસ, હિતુભા દિલુભા ચૌહાણ- ભાજપ અને મનિષાબેન પિયુષભાઈ પટેલ- ઘડો, ચાર ઉમેદવારો પૈકી ત્રણ ઉમેદવારો એક જ ગામનાહોઈ આ બેઠક પર ચૂંટણી જંગ જામશે તેવી જ રીતે રામપુરા બેઠક પર ચેહરબેન ભવાનજી ઠાકોર- કોંગ્રેસ, શારદાબેન અમરસંગ ઠાકોર- આપ, હિરલબેન કનુભાઈ ઠાકોર- ભાજપ, અને મધુબેન રમેશજી ઠાકોર- ટીલર, આમ 4 ઉમેદવારો પૈકી ત્રણ ઉમેદવારો એક જ ગામના હોય આ બેઠકો પર ચૂંટણી જંગ જામવાની શક્યતા રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો