અકસ્માત:કટોસણરોડ-ચૂંવાળ ડાંગરવા માર્ગ વચ્ચે 2 બાઇક અથડાતાં એકનું મોત

રામપુરાભંકોડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુંવાળા ગામે મતદાન કરી પરિવાર બાઈક પર કડી જઈ જવા નીકળ્યા હતા, પતિનું મોત પત્ની અને પુત્રીને ઇજા થતાં સારવારમાં ખસેડાઇ

કટોસણ રોડ થી ચૂવાળ ડાંગરવા તરફના માર્ગ પર આવેલા લિંબોજ માતાજીના મંદિર પાસે રવિવારના રોજ સાંજના સમયે સામસામે બે બાઇક અથડાતા પરિવાર સાથે કડી જઈ રહેલા બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. જ્યારે પરિવારના પત્ની અને પુત્રીને ઇજા થઇ હતી. સામેના બાઇકચાલકને ઇજા થતા સારવાર અર્થે ખસેડાયો હતો. અકસ્માતમાં ભોગ બનનાર બાઇક ચાલકની પત્નીએ દેત્રોજ પોલીસ સ્ટેશનમાં બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

દેત્રોજ તાલુકાના સુંવાળા ગામ ના વતની અને હાલ કિષ્ના ફ્લેટ નાની કડી રહેતા મુકેશભાઇ ઇશ્વરભાઇ પટેલ રવિવારના રોજ પોતાની પત્ની અને બે પુત્રીઓ સાથે સુંવાળા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કરવા ગયા હતા. મતદાન કરી સાંજના સમયે બાઈક પર કડી આવી રહ્યા હતા, તે દરમિયાન કટોસણરોડ ચૂવાળ ડાંગરવા માર્ગ વચ્ચે આવેલા લિંબોજ માતાજીના મંદિર પાસે સામેથી આવી રહેલા બાઈકચાલકે ગફલત ભરી રીતે હંકારી બાઈકને ટક્કર મારી હતી.

બાઈકચાલક મુકેશભાઇ ઇશ્વરભાઇ પટેલ ને માતા સહિતના ભાગે ગંભીર ઈજા થતાં લોહીલુહાણ થયા હતા. અને તેમની પત્ની અને એક પુત્રી ને ઈજા થવા પામી હતી. ખાનગી વાહનમાં સારવાર અર્થે કડીની ભાગ્યોદય હોસ્પિટલ લઈ જવાયા હતા. ફરજ પરના ડોક્ટરે સારવાર પૂર્વે જ મુકેશભાઈ પટેલ ને મૂળ જાહેર કર્યા હતા. મુકેશભાઈ ની પત્ની અને પુત્રીને નાની મોટી ઇજા થતા સારવાર કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...