તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્કૃષ્ટ કામગીરી:દેત્રોજ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલનું પોલીસ વડાએ પ્રશંસાપત્ર આપી સન્માન કર્યું

રામપુરાભંકોડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના કાળમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસનું સન્માન
  • જિલ્લામાં પોલીસ ગામમિત્ર અભિયાનનો આરંભ કરાયો

કોરોના કાળ દરમિયાન સ્વાસ્થ્યની પરવા કર્યા વિના ઉત્કૃષ્ટ કામગીરી કરનારા દેત્રોજ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલનું રાજ્યના પોલીસ વડાના હસ્તે પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષક કચેરી મકરબા અમદાવાદમાં પોલીસ ગ્રામમિત્ર લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા, રેન્જ આઈ જી વી ચંદ્રશેખર, અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સહિતની ઉપસ્થિતિમાં પોલીસ ગ્રામમિત્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન કોરોના કાળમાં પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર ખડેપગે ફરજ બજાવી ઉત્કૃષ્ટ કામગીરી કરનારને પ્રશંસાપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. દેત્રોજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નિલેશભાઈ ઈશ્વરભાઈ દેસાઈ કોસ્ટેબલને કોરોનાના કાળમાં ઉત્કૃષ્ટ, નિષ્ઠાપૂર્વકની ફરજ ને બિરદાવી રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ પ્રશંસાપત્ર આપી સન્માનિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...