તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:દેત્રોજ વીજ કંપનીની કામગીરીથી વીજધારકોમાં અસંતોષ ફેલાયો

રામપુરાભંકોડા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલાકો સુધી ઘરનો વીજપ્રવાહ બંધ રહેતાં વૃદ્ધ માતા અને દિવ્યાંગ દંપતી ગરમી અને મચ્છરનો ભોગ બન્યા

ઉત્તર ગુજરાત વીજ કંપની દેત્રોજ ની કામગીરી થી ઘર વપરાશ ના વીજ ધારકો માં અસંતોષ ફેલાયો છે. રામપુરાભંકોડા માં જવાહર નગર સોસાયટીમાં વૃદ્ધ માતા અને દિવ્યાંગ પતિ-પત્ની ના ઘરનું વીજ પ્રવાહ કોઈ કારણસર સાંજના સમયે બંધ થયું હતું. વીજ પ્રવાહ બંધ થયા અંગેની જાણ વીજતંત્રના લાગતા વળગતા અધિકારી-કર્મચારીઓને વીજ પ્રવાહ ચાલુ કરવા માંગ કરી હતી. પરંતુ વીજ કંપનીના કર્મચારી દ્વારા રાત્રિના સમયે વીજ પ્રવાહ લગતી કામગીરી કરવાની ના પાડી હતી. હાલમાં ઝરમર ધીમીધારે પડી રહેલા વરસાદને કારણે કાદવ કીચડ અને ગંદકીના કારણે માખી મચ્છર અને વરસાદી જીવાતનો ઉપદ્રવ પણ વધી જવા પામ્યું છે.

હાલ ડેન્ગ્યુ સહિત વાયરલ ફિવર વાયરા ના સમયમાં વૃદ્ધ માતા અને દિવ્યાંગ પતિ-પત્ની આખી રાત વીજ પ્રવાહ વિના ગરમી અને મચ્છર નો ભોગ બન્યા હતા. રાજ્ય સરકાર ઘર વપરાશની વીજપ્રવાહ 24 કલાક મળતી હોવાની વાત કરી છે ત્યારે વીજ કંપનીની બેદરકારીને લઈને વૃદ્ધ માતા અને દિવ્યાંગ પતિ-પત્ની આરોગ્ય જોખમ માં મુકાયું હતું જેથી આ પરિવાર માં વીજ કંપની સામે રોષ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...