તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:દેત્રોજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જનચેતના અભિયાન યોજાયું

રામપુરાભંકોડા20 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેત્રોજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જનચેતના અભિયાન અંતર્ગત મોંઘવારી વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અમિત ચાવડા ના આદેશ અનુસાર 7 જુલાઇથી રાજ્યમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી વિરુદ્ધ જનચેતના અભિયાનનો પ્રારંભ થયો છે. દેત્રોજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મંગળવારના રોજ પ્રથમ વિસ્તૃત કારોબારી બેઠક યોજાઇ હતી.

લાખાભાઈ ભરવાડ ધારાસભ્ય વિરમગામ, પંકજ સિંહ વાઘેલા પ્રમુખ જિલ્લા કોંગ્રેસ સમિતિ સહિત અગ્રણીઓએ વક્તવ્યમાં જણાવ્યું હતું કે મંદી મોંઘવારી અને મહામારી થી ત્રસ્ત જનતા જનતાના હક અધિકાર અને સુખાકારી માટે કોંગ્રેસ લડાઈનું સંકલ્પ કરે છે. વિસ્તૃત કારોબારીની બાદ મોંઘવારી વિરુદ્ધ હાય રે ભાજપ હાય હાય, ના સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી મોંઘવારી વિરુદ્ધ નું આવેદનપત્ર દેત્રોજ મામલતદારને આપ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ, કાંતિભાઈ પ્રજાપતિ, પ્રવિણસિંહ ઝાલા જિલ્લા કોંગ્રેસ અગ્રણી, મહેન્દ્રસિંહ ઝાલા પ્રમુખ દેત્રોજ તાલુકા કોંગ્રેસ સમિતિ, મનીષ સિંહ સોલંકી, જીતેન્દ્રસિંહ સોલંકી, શૈલેષભાઈ ડોડીયા, ઈસ્માઈલભાઈ ઘાંચી, ગાભુજી ઠાકોર સહિત જિલ્લા અને તાલુકા કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...