તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોમાં આનંદ:ચુંવાળ પંથક પર મેઘરાજાનું હેત: 1 ઇંચથી વધુ વરસાદ થતાં ખેડૂતોમાં આનંદ

રામપુરાભંકોડા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પંથકમાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદથી સુકાતો મોલ બચી જશે

ચુંવાળ પંથક પર મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. રવિવાર બાદ સોમવારના દિવસે પણ બપોરના સમયે વીજળીના કડાકા સાથે મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. ચુંવાળ પંથકમાં 20 દિવસ અગાઉ પડેલા વરસાદ દરમિયાન પંથક કેટલાક ખેડૂતોએ મગ, અડદ, મઠ, નું વાવેતર કર્યું હતું. વાવેતર કર્યાને પંદર દિવસ વિતવા છતાં વરસાદ નહીં થતા ખેડૂતો બિયારણ નિષ્ફળ જવાની ચિંતામાં મુકાયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા. રવિવારના રોજ બપોર બાદ મેઘરાજાએ વીજળીના કડાકા સાથે ધમાકેદાર એન્ટ્રી કરી હતી.

ત્યા​​​​​​​ર બાદ સોમવારના રોજ બીજા દિવસે પણ બપોર બાદ ભારે પવન અને વીજળીનાં કડાકા સાથે મેઘરાજા ચુંવાળ પંથક પર હેત વરસાવતા હોય હોય તેમ મન મુકીને વરસ્યા હતા. પંથકના કેટલાક વિસ્તારમાં હળવોને કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. પંથકના ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ છે. દેકાવાડા થી પસાર થતી કેનાલની આસપાસના ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા છે. ખેડૂતોએ વાવણી નથી કરી તેવા ખેડૂતો વરાપ થયા બાદ એરંડા સહિત નું વાવેતર કરશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...