તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરોડા:માંડલ તા. ના કેશવપુરા અને સાદરા ગામની સીમમાંથી 15 જુગારી ઝબ્બે

રામપુરાભંકોડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડાની કાર્યવાહી કરી 74 હજારનો મુદ્દામાલ કબજે લીધો, જુગારીઓમાં ફફડાટ

અમદાવાદ જિલ્લા ગ્રામ્ય એલસીબીની ટીમે માંડલ તાલુકાના કેશવપુરા અને સાદરા ગામની સીમમાં બાતમીને આધારે છાપો મારી જુગાર રમતા 15 શખ્સોને રૂપિયા74,900ના મુદ્દામાલ સાથે ઝડપી વિઠલાપુર પોલીસને હવાલે કર્યા હતા.

પોલીસ દ્વારા પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદ જિલ્લા ગ્રામ્ય એલસીબી ના જયદીપસિંહ હેડ કોન્સ્ટેબલ, મુકેશભાઈ, કપિલદેવસિંહ, અ.પો.કો. સહિત એલસીબીની ટીમ વિઠલાપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી.

બાતમીને આધારે કેશવપુરા ગામે કરસનજી રાયસંગજી ઠાકોર ના ઘરની બહાર લીમડાની નીચે ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને રૂપિયા 14600 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. કેશવપુરા ગામે પકડાયેલા જુગાર રમતા આરોપીઓમાં કરસનજી રાયસંગજી ઠાકોર, રાજુભાઈ વિરમજી ઠાકોર, નવઘણજી પ્રતાપજી ઠાકોર, લલિત કુમાર દિનેશભાઈ વાઘેલા, કાંતિજી ગુલાબજી ઠાકોર, શૈલેષ સિંહ નિર્મલ સિંહ સોલંકી, કમલેશ રામજીભાઈ વાણીયાને ઝડપી લઇ જેલ હવાલે કર્યા હતા. આ અંગેની વધુ તપાસ વિઠલાપુર પોલીસ કરી રહી છે.

ગ્રામ્ય એલસીબીની ટીમે અન્ય એક સ્થળે સાદરા ગામની સીમમાં જગદીશભાઈ રતિલાલ પટેલ ના બોર ઓરડી માં તેમના ભાગીદાર દિલીપભાઈ દેવાભાઈ ઠાકોર અને કૌશિકભાઇ મૂળજીભાઈ ઠાકોર લોકોને બહાર થી બોલાવી જુગાર રમાડતા હોવાની એલ.સી.બી પોલીસ ટીમને બાતમી મળી હતી. બાતમીને આધારે જિલ્લા ગ્રામ્ય એલસીબીની ટીમે સાદરા ગામની સીમના બોર પર છાપો માર્યો હતો.

જુગાર રમતા આઠ શખ્સોને ઝડપી 60,300નો મુદ્દામાલ કબજે કરી વિઠલાપુર પોલીસ સ્ટેશનમાં સોંપ્યા હતા. આરોપીઓમાં કૌશિકભાઇ મૂળજીભાઈ ઠાકોર, દિલીપભાઈ દેવાભાઈ ઠાકોર, શાંતાજી નરસિંહજી ઠાકોર, હસમુખભાઈ જશવંતભાઈ નાયક, જિતુભા પૃથ્વી સિંહ સોલંકી, અફઝલ કછોટ, અરવિંદભાઈ નટુજી ઠાકોર, અશોકજી સનાજી ઠાકોરની પાસે થી મોબાઈલ નંગ 9 સાથે કુલ રૂપિયા 60300નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...