રવિવારે ચૂંટણી:જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં છેલ્લી ઘડીનો પ્રચાર-રેલીનો સમય પૂર્ણ થયો, પ્રચાર પડઘમ શાંત

રામપુરાભંકોડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેત્રોજ તાલુકાની 27 અને ધંધુકાની 29 ગ્રામ પંચાયતની રવિવારે ચૂંટણી યોજાશે

દેત્રોજ તાલુકા ની 27 ગ્રામ પંચાયતની ચૂંટણી નું મતદાન 19મી ડિસેમ્બરના રોજ થશે. દેત્રોજ તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી સહિતનું વહીવટી તંત્ર ચૂંટણીની તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ હવે મતદાનની ની તૈયારીમાં વ્યસ્ત બન્યું છે. ચૂંટણી ના મતદાનને ગણતરીના કલાકો બાકી રહ્યા છે. પ્રચાર રેલી નો સમય પણ પૂર્ણ થયો છે.

દેત્રોજ તાલુકાના મોટા ગણાતા ગામો કટોસણરોડ દેત્રોજ-રામપુરા સહિતના ગામોમાં સરપંચ અને સભ્યપદ માટે ના ઉમેદવારો મતદારોને આકર્ષવા વ્યક્તિગત સંપર્ક, ખાટલા પરિષદ, વિકાસના કામો ની પ્રશંસા, સહિતના વિવિધ પ્રયાસો મતદારોને સમજાવ વા માં આવી રહ્યા છે, મતદાનને આડે એક જ દિવસ રહ્યો છે.

ત્યારે ઉમેદવારો મતદારોના ઘેર-ઘેર જઇ પોતાને મત આપવા માટેની કાપલી આપી પ્રચાર કરશે. પોલીસ વિભાગ દ્વારા જે ગામોમાં પંચાયતની ચૂંટણી છે તેવા ગામોમાં ઉમેદવારો સાથે બેઠક કરી શાંતિપૂર્ણ ચૂંટણી કાર્ય પૂરું થાય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળે નહીં તે માટે જરૂરી સૂચન કરાઇ છે.

ધંધુકાની 29 ગ્રામ પંચાયતની ચૂંટણી
તારીખ 19 ના રોજ રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે તેમાં ધંધુકા તાલુકા ની 29 ગામ પંચાયત તથા ધોલેરા તાલુકા ની 19 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે ધંધુકા તાલુકા ની ગ્રામ પંચાયતોમાં 58 બુથો પર મતદાન થશે જેમાં 33 બુ થ સંવેદનશીલ બુથ છે જ્યારે ધોલેરા તાલુકા ની 19 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે તેમાં ૨૯ બુથ ઉપર મત દાન થશે જેમાં ચાર બુ થ અતિ સંવેદનશીલ છે જ્યારે છ બુ થ સંવેદનશીલ છે તારીખ 21 ના રોજ મતગણતરી થશે.

સાણંદમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પગલે કુલ 263 હથિયાર જમા થયા
ભાસ્કર ન્યૂઝ | સાણંદ સાણંદ તાલુકામાં ગ્રામપંચાયતની ચૂંટણીને લઈ તડામાર તૈયારી ચાલી રહી છે, ત્યારે પોલીસ તંત્ર પણ ચૂંટણીમાં કાયદોવ્યવસ્થા જળવાય તે માટેની તૈયારીઓમાં લાગી ગયું છે. ચૂંટણી પહેલા પોલીસ મથકે સાણંદ તાલુકામાંથી કુલ 263 પરવાના ધરાવતા લોકોએ હથિયાર જમા કરાવ્યા છે.

આગામી 19 ડિસેમ્બરના રોજ 54 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવવાની છે. જેને લઈને સાણંદ વહીવટી તંત્ર ખાસ તૈયારી નાખી છે. ચૂંટણીના દિવસે કોઈ ગેરકાયદેસર પ્રવૃતિ ન બને અને કોઈ જાનહાની ન સર્જાય તે માટે પોલીસતંત્ર ખાસ એક્સન મોર્ડમાં છે.

સાણંદ તાલુકામાં હથિયારના પરવાના ધરાવતા લોકોએ સાણંદ, જીઆઇડીસી અને ચાંગોદર પોલીસ સ્ટેશન ખાતે હથિયાર જમા કરાવ્યા હતા. જેમાં સાણંદ પોલીસ સ્ટેશનમાં 105 , ચાંગોદર પોલીસ સ્ટેશનમાં 93 અને સાણંદ જીઆઇડીસી પોલીસ સ્ટેશન ખાતે 65 મળી કુલ 263 હથિયાર જમા થયા છે.

અન્ય સમાચારો પણ છે...