તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:દેત્રોજમાં ઓક્સિજન પ્લાન્ટ નાંખવા રજૂઆત

રામપુરાભંકોડા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિરમગામ ધારાસભ્યે મુખ્યમંત્રીને લેખિતમાં જાણ કરી

વિરમગામ ધારાસભ્ય દ્વારા વિરમગામ અને દેત્રોજમાં ઓક્સિજનનો પ્લાન્ટ નાંખવા રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે. ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ કોરોના સંક્રમિત થયા હતા પરંતુ સારવાર બાદ કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. સ્વસ્થ થઈને વિરમગામ માંડલ દેત્રોજ-રામપુરા સહિત વિધાનસભા વિસ્તારના લોક ઉપયોગી કામમાં જોડાયા છે. વિરમગામ અને દેત્રોજમાં ઓક્સિજન પ્લાન્ટ નાંખવા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિતમાં ભલામણ કરી છે.

કોરોના ના ઝડપથી વધી રહેલા સંક્રમણ ને રોકવા માટે વિરમગામ વિધાનસભા વિસ્તાર માં હોસ્પિટલમાં બેડની સાથે ઓક્સિજન, વેન્ટિલેટર, અને ઇન્જેક્શન સહિત ના સંસાધનો ખૂટી પડ્યા છે. રાજ્ય સરકાર દ્વારા માંડલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ ની ફાળવણી કરવામાં આવી તે બહુ સારી વાત છે. શહેર અને તાલુકો અને દેત્રોજ તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઓક્સીજનની જરૂરિયાત ને પહોંચી વળવા માટે ઓક્સિજન પ્લાન્ટ ની તાકીદે જરૂર છે. વિરમગામ શહેર ની ગાંધી હોસ્પિટલ અને અને સીએચસી અને પીએચસી અને તેવી જ રીતે દેત્રોજ તાલુકાના સીએચસી, પીએચસી સેન્ટર ના દર્દીઓને જરૂરિયાત પ્રમાણે ઓક્સિજન મળી રહે તો મૃત્યુ દર ઘટાડી શકાય આ વિષય આપ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવા અંગત ભલામણ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો