તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કટોસણ રોડ- બહુચરાજી રેલવે લાઇન પરની સુવાળા ફાટક નંબર 38 પર અંડર બ્રિજ બનાવવા વિસ્તારના ધારાસભ્ય દ્વારા ડિવિઝનલ રેલવે મેનેજરની લેખિત રજૂઆત કરવામાં આવી છે. કટોસણ રોડ બહુચરાજી રેલવે લાઇન ઉપર ગેજ રૂપાંતરનું કામ પ્રગતિમાં છે. કટોસણ રોડ બહુચરાજી રેલવે લાઈન પરની સુવાળા ફાટક નંબર 38 અંડરબ્રિજ બનાવવા સુવાળા ગામના ખેડૂતો સહિત લોકોએ વિરમગામ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડને રજૂઆત કરી હતી. ખેડૂતો અને લોકોની રજૂઆતને ધ્યાનમાં લઇ લાખાભાઈ ભરવાડ ધારાસભ્ય દ્વારા ડિવિઝનલ રેલવે મેનેજરની રજૂઆત કરવામાં આવી છે.
અગાઉ પણ તેઓએ એમડી રેલવે વિભાગ ગાંધીનગરને લેખિત રજૂઆત કરી હતી. દેત્રોજ તાલુકાના સુવાળા ગામની સીમમાંથી પસાર થતી કટોસણ રોડ બહુચરાજી તરફની રેલવે લાઈન પર આવેલી ફાટક નંબર 38 છેલ્લા દસ વર્ષથી બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે સીમમાં આવેલી 500 વીઘા જમીનના ખેડૂતોને આવવા જવાનો માર્ગ બંધ થયો છે. ખેડૂતોને ખેતર તરફ જવા માટેનો બીજો કોઈ માર્ગ ન હોય ખેડૂતોને પાંચ કિલોમીટર અંતર કાપી ખેતરમાં જવું પડે છે અભ્યાસ અર્થે સુવાળા ગામમાં આવતા વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકી ભોગવવી પડે છે. વસવાટ કરતા લોકોને આકસ્મિક સમયે આરોગ્યલક્ષી એમ્બ્યુલન્સ સહિતની સેવા પ્રાપ્ત થઈ શકતી નથી. જેથી રજૂઆત કરાઇ હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.