અન્યાય:છનિયારમાં ઇજાગ્રસ્ત પરિવાર સહાયથી વંચિત

રામપુરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેત્રોજ તાલુકાના છનિયાર ગામે 20 દિવસ અગાઉ સતત વરસેલા વરસાદને કારણે મકાનની છતમાંથી પોપડા પડતાં પરિવારના ચાર સભ્યો નાની-મોટી ઇજા થવા પામી હતી. દેત્રોજ 108 દ્વારા ઇજાગ્રસ્તોને કડી સારવાર અર્થે ખસેડાયા હતા. ઘટનાને 20 દિવસ થવા છતાં ઇજાગ્રસ્ત પરિવારોને સરકાર આજ દિન સુધી કોઈ સહાય મળી નથી. સતત વરસેલા વરસાદને કારણે ખેતીને મોટું નુકસાન ખેત મજૂરી અને રોજગારી નહીં મળતાં પરિવારો આર્થિક તંગી ભોગવી રહ્યા છે. ઇજાગ્રસ્ત પરિવારને તંત્ર દ્વારા તાત્કાલિક સહાય ચુકવવામાં આવે તેવી પરિજનો માંગ કરી રહ્યા છે. સરકાર ઝડપથી સહાય ચુકવે તેવી માગ કરાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...