તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ઘટીસણા ગામે દારૂ પીને ધમાલ કરતા દારૂડિયાને પોલીસને સોંપ્યો

રામપુરાભંકોડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામલોકોએ દારૂડિયાને પકડી ઝાડ સાથે બાંધી દઇ પોલીસને જાણ કરતાં, પોલીસે આવી તેને પકડી ગઇ

ચુંવાળ પંથક ના ઘટીસણા ગામે દારૂ પીને ધમાલ કરતા શખ્સને ગામલોકોએ પકડી રાખી દેત્રોજ પોલીસને સોપ્યો હતો. દારૂડિયા શખ્સે સામે દેત્રોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી છે. દેત્રોજ પોલીસ સ્ટેશનના અનુપસિંહ ભારતસંગ સોલંકી સહિતની પોલીસ ટીમ બીટ નંબર 1 વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સંગપુરા ટી પાસે આવતા એક વ્યક્તિનો ફોન આવ્યો હતો કે ઘટીસણા ગામે દારૂ પીને એક શખ્સ ધમાલ કરી રહ્યો છે.

જેને પકડી લેવાયો હતો. તેણે પોતાનું નામ વિહાજી ખોડાજી ઠાકોર (મુ. ખદલપુર, તાલુકો જોટાણા, જીલ્લો મહેસાણા, અને હાલ રહે, અમનગર, તાલુકો પાટડી, જિલ્લો સુરેન્દ્રનગર)નો હોવાનું પોલીસને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...