તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:દેત્રોજમાં 2 અલગ અલગ જગ્યાએથી વિદેશી દારૂ ભરેલી રિક્ષા-કાર સાથે 3 શખ્સ ઝડપાયા, 2 ફરાર

રામપુરા ભંકોડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કુલ રૂ. 3,17,300નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી

દેત્રોજ પોલીસની ટીમે 2 અલગ અલગ જગ્યાએથી વિદેશી દારૂ ભરેલી સીએનજી રિક્ષા સાથે 3 શખ્સો અને દારૂ ભરેલી કાર સાથે કુલ રૂ.3,17,300નો મુદ્દામાલ કબજે કરી નાસી છૂટેલા બે આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવની સૂચનાને ડો.લવિનાસિંન્હા આઇપીએસ નાયબ પોલીસ અધિક્ષક વિરમગામ વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ વિરમગામ વિભાગની પોલીસ દ્વારા દારૂ, જુગાર, ચોરી, જેવી અસામાજિક પ્રવૃત્તિ આચરનારા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે.

દેત્રોજ પોલીસ સ્ટેશનના એ. એન. નીનામા પી.એસ.આઇ સહિતની પોલીસ ટીમ દેત્રોજ વિસ્તારમાં પ્રોહી ડ્રાઈવમાં નીકળી હતી તે દરમિયાન બાતમી મળી હતી. બાતમીને આધારે પોલીસ ટીમ સુવાળા ફતેપુરા જવાનાં નેરિયામા વોચમાં ગોઠવાઈ હતી. સીએનજી રીક્ષા નીકળતા તેની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 252 મળી આવી હતી જેની બજાર કિંમત રૂ. 26400 અને સીએનજી રીક્ષાની કિં. રૂ. 50,000 સાથે કુલ રૂ.76,400ના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.

ઝડપાયેલા આરોપી અક્ષય કુમાર ભરતભાઈ પટેલ (રહે થોળ રોડ કડી), રાજેન્દ્રસિંહ હંસુભા ઝાલા હાલ (રહે થોળ રોડ કડી મૂળ વતન ઝીંઝુવાડા તાલુકો પાટડી), તલુભા વિક્રમસિંહ ઝાલા હાલ (રહે. સુવાળા તાલુકો દેત્રોજ મૂળ રૂદાતલ તાલુકો દેત્રોજને ઝડપી લીધા હતા.અન્ય એક જગ્યા દામોદરી પુરા ગામની કેનાલથી શોભાસણ તરફ જવાના કાચા રસ્તા પરથી પસાર થતી સફેદ કલરની કારને ઉભી રાખવા પોલીસે પ્રયાસ કર્યો હતો પરંતુ કારચાલક પૂરઝડપે હંકારી ગયો હતો પોલીસે પીછો કરતા કારચાલક અને બાજુમાં બેસી રહ્યો બીજો માણસ કાર મુકીને નાસી છૂટયા હતા.

પોલીસે કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની નાનીમોટી બોટલ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. દારૂની નાની મોટી બોટલ અને બિયર ટીન સાથે કુલ.841 નંગ જેની બજાર કિ.રૂ.1,60,900 અને ઇન્ડિગો કારની કિંમત રૂપિયા 80 હજાર સાથે કુલ રૂપિયા 2,40, 900નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આમ દેત્રોજ પોલીસની ટીમે બે અલગ-અલગ જગ્યાએથી વિદેશી દારૂ કુલ રૂ.1,87,300 અને સીએનજી રીક્ષા અને ઇન્ડિગો કાર કુલ રૂ.1,30,000 સાથે કુલ રૂ.3,17,300 ના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા જ્યારે નાસી છુટેલા બે શખ્સોને ઝડપી પાડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...