તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:કટોસણ રોડમાં અમદાવાદના ડેપ્યુટી મેયરનું ઉમળકાભેર સન્માન

રામપુરા ભંકોડા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગીતાબેન મૂળ ચુંવાળના કોઇન્તિયા ગામના વતની છે, કટોસણરોડ વેપારી મંડળે ચૂંટણીમાં જીતેલા તમામ પદાધિકારીઓનું સન્માન કર્યું

ચુંવાળ પંથકના કોઈન્તિયા ગામના વતની અને કટોસણરોડની કર્મભૂમિ બાદ અમદાવાદ શહેરના નારણપુરા વોર્ડમાંથી 3 ટર્મ ચૂંટાયેલા ગીતાબેન જી ભાઈદાસ પટેલનું કર્મભૂમિ કટોસણ રોડમાં ઉમળકાભેર સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. કટોસણરોડ વેપારી મંડળ દ્વારા અમદાવાદ શહેરના ડેપ્યુટી મેયર ગીતાબેન જીભાઈદાસ પટેલ અને દેત્રોજ તાલુકાના જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો પર ચૂંટાઈ આવેલા સદસ્યો અને તાલુકા પંચાયતના પદાધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો.

ઢોલ નગારા આતશબાજી સાથે ગીતાબેન પટેલ ડેપ્યુટી મેયર અમદાવાદ શહેરનું ઉમળકાભેર સામૈયુ કરવામાં આવ્યું હતું કટોસણરોડની બજારમાં સૌનું અભિવાદન ઝીલતા પંચદેવ શિવાલયના વિશાળ પરિસરમાં સન્માન સમારોહ સ્થળે પહોંચ્યા હતા.

પ્રથમ બ્રહ્માકુમારી દ્વારા સ્વાગત ગીતનું આયોજન કરવામાં આવ્યું હતું. ડોક્ટર તેજશ્રીબેન પૂર્વ ધારાસભ્ય વિરમગામ લક્ષ્મણ સિંહ ઉર્ફે બટુકસિંહ સોલંકી પ્રમુખ તાલુકા પંચાયત દેત્રોજ, જ્યોત્સનાબેન પ્રજાપતિ ઉપપ્રમુખ દેત્રોજ તાલુકા પંચાયત ભરતભાઈ પટેલ કારોબારી અધ્યક્ષ દેત્રોજ તાલુકા પંચાયત યોગેશભાઈ પટેલ ચેરમેન એપીએમસી કટોસણ રોડ મહેન્દ્રભાઈ શાહ વાઇસ ચેરમેન ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કટોસણ રોડ શંભુભાઈ પટેલ પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય રસિકભાઈ પટેલ પૂર્વ કારોબારી અધ્યક્ષ દેત્રોજ તાલુકા પંચાયત સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો