જન આશિર્વાદ યાત્રા:વિસ્તારમાં વિકાસનાં કામો માટે રૂ. 20 લાખની ગ્રાન્ટની જાહેરાત

રામપુરાભંકોડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા હતા. - Divya Bhaskar
ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
  • રામપુરામાં ભાજપની જન આશિર્વાદ યાત્રાનું સ્વાગત

ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રીય મંત્રીની જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ થયો છે. દેત્રોજ તાલુકાના રામપુરાભંકોડામાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર ભાઈ મુંજપરાની જન આશીર્વાદ યાત્રાનો ભાજપ અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા સામૈયા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

કૃષ્ણ ધામમાં યોજાયેલી સભામાં ડોક્ટર મહેન્દ્ર ભાઈ મુંજપરા મહિલા બાળ કલ્યાણ કેન્દ્રીય મંત્રી, ડોક્ટર તેજશ્રીબેન પટેલ પૂર્વ ધારાસભ્ય વિરમગામ, વર્ષાબેન દોશી પૂર્વ ધારાસભ્ય વઢવાણ, હર્ષદગીરી ગોસાઈ પ્રમુખ જિલ્લા ભાજપ અમદાવાદ, દીવાનજી ઠાકોર ચેરમેન આરોગ્ય સમિતિ જિલ્લા પંચાયત અમદાવાદ, સુરેશભાઈ જે. પટેલ મહામંત્રી જિલ્લા ભાજપ અમદાવાદ, નવદીપ ભાઈ ડોડીયા મહામંત્રી, સહિત જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

જાહેર સભાને સંબોધતા ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરાએ વિસ્તારના વિકાસ માટે રૂપિયા 20 લાખની ગ્રાન્ટ ની જાહેરાત કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા કુંવરજી બબાજી ઠાકોર પૂર્વ દેત્રોજ તાલુકા ભાજપ પ્રમુખ સહિત તાલુકા ભાજપ અગ્રણીઓએ ભારે જહેમત ઊઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...