તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:સદાતપુરા ગામે ક્રિકેટની બાબતે 2 પરિવારો વચ્ચે મારામારી, 1નું મોત

રામપુરા, ભંકોડા10 મહિનો પહેલા
 • કૉપી લિંક

દેત્રોજ તાલુકાના સદાતપુરા ગામે ક્રિકેટ રમવાની સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ એક જ સમાજના બે પરિવારો ઘાતક હથિયારો સાથે મારામારીનો બનાવ બનવા પામ્યો હતો જેમાં એક યુવકનું અમદાવાદ સિવિલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ચાર વ્યક્તિઓને નાની-મોટી ઇજા થતા સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં દેત્રોજ પોલીસ સ્ટેશનના એમ જી પરમાર પો.સ.ઇ રાજુભાઈ થાવર રાજી એ.એસ.આઇ સહિતનો પોલીસ કાફલો સદાતપુરા ગામે ઘટના સ્થળે દોડી આવ્યો હતો. કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ કથળે નહીં તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. બનાવ અંગેની પોલીસ ફરિયાદ દેત્રોજ પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી છે. દેત્રોજ પોલીસ સ્ટેશન દ્વારા પ્રાપ્ત વિગત મુજબ સદાતપુરા ગામે રહેતા દેવેન્દ્રસિંહ જગદીશસિંહ સોલંકી દ્વારા ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે  ક્રિકેટ રમવાની બાબતે સામેના પરિવાર સાથે બોલાચાલી સાથે ગાળાગાળી થઈ હતી. જેની અદાવત રાખી તીક્ષ્ણ હથિયારો જેવાકે ધારીયુ ભાલો લાકડી જીવા ત્યારે ધારણ કરી દેવેન્દ્રસિંહના ઘરે આવી તું કેમ ક્રિકેટ રમવાની ના પાડતો હતો. તેમ કહી ગાળો બોલતા હતા.

તે દરમિયાન દેવેન્દ્રભાઈના ડાબા હાથે ધારીયુ મારી ઇજા કરી હતી તેમજ જમણા પગની સાથળ ઉપર ભાલો મારી ઇજા કરી હતી. કિર્તીસિંહ છોડાવવા વચ્ચે પડયા હતા તેઓને માથાના પાછળના ભાગે મારી નાખવાના ઇરાદાથી ધારીયુ મારી ગંભીર ઇજા કરી હતી. વધુ મામલો બિચકતા અનિરુદ્ધ સિંહ નવલસિંહ સોલંકી છોડાવવા વચ્ચે પડતા માથા ના પાછળના ભાગે ધાર્યું મારતા નીચે પટકાઈ ગયા હતા તે દરમિયાન બીજા શખ્સો ગાળો બોલી ત્રણેયમાંથી કોઇ બચાવોના જોઈએ તેમ કહી આડેધડ લાકડી ધારિયું ભાલાથી ઇજા કરી હતી અનિરુદ્ધ સિંહ ને ગંભીર ઈજા થતા પ્રથમ કડી અને ત્યારબાદ અમદાવાદ સિવિલ ખાતે સારવાર અર્થે લઈ જવાયા હતા જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ તકરારમાં દેવેન્દ્રસિંહ સોલંકી તથા કિર્તીસિંહ ને નાની મોટી ઇજા થતાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે આ ઘટનાની જાણ થતાં વિરમગામ વિભાગના પ્રવીણ કુમાર એ.એસ.પી સદાતપુરા ગામે બના સ્થળની મુલાકાત લીધી હતી દેત્રોજ પોસ્ટમાં બાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે મારામારીમાં મોતને ભેટનાર અનિરુદ્ધ સિંહની લાશનું pm અમદાવાદ સીવીલ માં કરાવી પોલીસે લાશ પરિજનોને સોંપી હતી સદાતપુરા ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો