હાલાકી:અશોકનગર, ભડાણા, જકશીની સીમમાં પાણી ન મળતાં ખેડૂતો હેરાન

રામપુરા ભંકોડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કૅનાલ બની ત્યારથી પાણી છોડવામાં આવ્યું નથી. - Divya Bhaskar
કૅનાલ બની ત્યારથી પાણી છોડવામાં આવ્યું નથી.
  • ગોરિયા શાખામાંથી નીકળતી ટ્રેન્ટ માઇનોર કૅનાલનાં પાણી

ચુંવાળ પંથકમાંથી પસાર થતી ગોરિયા શાખામાંથી નીકળતી ટ્રેન્ટ માઇનોર કૅનાલનાં પાણી અશોક નગર, ભડાણા, જકસી ગામની સીમનાં ખેતરોમાં ન પહોંચતાં હોવાની ફરિયાદ ખેડૂતો કરી રહ્યા છે. કૅનાલ બની ત્યારથી પાણીનું એક પણ ટીપું છોડવામાં આવ્યું નથી.

આ કારણે ખેડૂતોની બેથી ત્રણ હજાર વીઘા જમીનમાં ખેતી કરી શકતા નથી. આ બાબતે ખેડૂતોએ કૅનાલના લાગતા વળગતા અધિકારીઓને ફોન દ્વારા રજૂઆત કરવામાં આવી છે. સત્વરે કૅનાલમાં પાણી છોડવામાં આવે તેવી અશોક નગર, ભડાણા, જકસી ગામના ખેડૂતો માંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...