તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:ચુંવાળ પંથકમાં સમયસર વરસાદ ન થતા ખેડૂતો અને પશુપાલકો ચિંતિત

રામપુરાભંકોડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ વરસાદે ખેડૂતોએ વાવેતર કર્યા બાદ વરસાદ ન વરસતાં ખેડૂતોમાં પાકની નુકસાનીને લઇ ચિંતાના વાદળો ઘેરાયા છે

ચુંવાળ પંથકના ખેડૂતોએ વાવણી કર્યા બાદ છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી ચુવાળ પંથક માં વરસાદ નહી થતા પંથકના ખેડૂતો અને પશુપાલકો ચિંતિત બન્યા છે. ચુવાળ પંથક ના કેટલાક ખેડૂતોએ ચોમાસાના પ્રથમ વરસાદમાં વાવેતર કર્યું હતું. ત્યારબાદ વધુ એકવાર વરસાદ ન બીજા રાઉન્ડમાં થતાં પંથકના તમામ ખેડૂતોએ વધુ વરસાદની આશાએ વાવેતર કર્યું હતું. પાંચ દિવસ અગાઉ પંથકમાં વાદળછાયુ વરસાદી વાતાવરણ સર્જાયું હતું અને સામાન્ય વરસાદી છાંટા પડયા હતા.

ખેડૂતોમાં વધુ વરસાદની આશા બંધાઇ હતી પરંતુ મેઘરાજા હાથતાળી દઇ જતા રહેતા ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી જવા પામી છે. તેવી જ રીતે સમયસર વરસાદ નહી થતા પશુપાલકોમાં પણ ચિંતા વધી જવા પામી છે. દેત્રોજ તાલુકા ખેતીવાડી વિભાગ દ્વારા પ્રાપ્ત વિગત મુજબ દેત્રોજ તાલુકામાં કુલ ૨૮ હજાર હેક્ટરમાં વાવેતર કરવામાં આવે છે.

જેમાં અત્યાર સુધી માં 24,710 ટ્રેક્ટર માં ચોમાસુ પાક નું વાવેતર કરી દેવામાં આવ્યું છે. જેમાં દિવેલા-9950, બાજરી-૨૩૪, તુવેર-૨૧૩, મગ-૮૧૬, મઠ-૨૦૯૮, અડદ-૧૬૦૦, મગફળી-૬૪, તલ-૪૧, કપાસ-૧૯૫૪, ગવાર-૨૩૫, શાકભાજી-૪૫૨, ઘાસચારો-૭૪૫૩ હેકટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે. ચાર-પાંચ દિવસમાં વરસાદ નહીં થાય તો ખેડૂતોનું મોંઘાદાટ નું બિયારણ અને ખાતર સહિતના ખર્ચનું નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...