દિવાળીની ભવ્ય ઉજવણી:નવા વર્ષને આવકારવા ચુંવાળ પંથકવાસીઓમાં અનેરો ઉત્સાહ

રામપુરાભંકોડા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચુંવાળ પંથકમાં દિવાળી પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. લક્ષ્મી પૂજન સાથે મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. નવા વર્ષની ઉજવણી કરવા માટે બજારોમાં છેલ્લી ઘડીએ કપડા મીઠાઈ ફૂટવેર જેવી દુકાન ઉપર મોડી રાત સુધી ગ્રાહકોની ભીડ પણ જોવા મળી હતી. દિવાળીના દિવસે શુભ મુહૂર્ત મા લક્ષ્મી પૂજનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

વર્ષો જૂની પરંપરા મુજબ દુકાનો અને વેપારી પેઢી ઉપર દુકાન માલિકો દ્વારા ચોપડા પૂજન તથા લક્ષ્મી પૂજન કરવામાં આવ્યું હતું. પૂજન બાદ રાત્રે વિવિધ પ્રકારના ફટાકડા તેમજ આકાશમાં પણ વિવિધ કલરની આતશબાજીનો નજારો જોવા મળ્યો હતો. વિવિધ ઘરો અને ફળિયા અને સોસાયટીમાં બાળકો પરંપરાગત કાકમાકડી લઈને એકબીજાને ઘરે તેલ પુરાવવા ઉત્સાહથી નજરે ચડયા હતા. દિવાળી નો બીજા દિવસ નૂતન વર્ષનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. પંથક વાસીઓ ઓ માં નવા વર્ષને આવકારવા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...