તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઈફેક્ટ:દેત્રોજ રબારી ધર્મ ગુરુગાદીમાં દેવ દિવાળીના કાર્યક્રમ મોકૂફ

રામપુરાભંકોડા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 8 મહિનાથી વધુ સમયથી તમામ ધાર્મિક કાર્યક્રમ બંધ

દેત્રોજ રબારી ધર્મની ગુરુગાદીની જગ્યામાં દેવદિવાળી પૂનમના ધાર્મિક પ્રસંગો મોકૂફ રાખવામાં આવ્યા છે. કોરોનાવાયરસની મહામારી ને લઈને મહંત દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. દેત્રોજ રબારી ધર્મની ગુરુ ગાદી મેટ સ્વામીની જગ્યામાં છેલ્લા આઠ મહિનાથી વધારે સમયથી કોરોના વાયરસની મહામારીને લઈને ધાર્મિક કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે. સોમવારના રોજ દેવદિવાળી પૂનમના રોજ પણ સરકારના આદેશ પ્રમાણે વડવાળા મંદિર દેત્રોજ ધામમાં ધાર્મિક મોકૂફ રાખવામાં આવ્યા છે. તેવું વડવાળા મંદિર દેત્રોજ ધામ ના પરમ પૂજ્ય મહંત લખીરામ બાપુ એ એક યાદીમાં જણાવ્યું છે.

કોરોનાવાયરસની મહામારીનું સંક્રમણ ન ફેલાય તેવા હેતુસરથી પરમ પૂજ્ય મહંત દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. વધુમાં વિશ્વ સહિત દેશમાં કોરોનાવાયરસની મહામારી જલ્દીથી નાબૂદ થાય તેવી પ્રભુને પ્રાર્થના કરી છે.

અન્ય સમાચારો પણ છે...