તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:દેત્રોજની સુમન નિર્મલ મીંડા શાળામાં લો ઇન્કમ સ્પોન્સરશિપ કાર્યક્રમ યોજાયો

રામપુરાભંકોડા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યોગી ક્યારે રોગીના હોઈ શકે : યોગ બોર્ડ ચેરમેન

દેત્રોજ કડી માર્ગ પરના કુકવાવ પાટીયા પાસે સુમન નિર્મલ મીંડા ગ્રુપ ટ્રસ્ટ સંચાલિત સુમન નિર્મલ મીંન્ડા શાળામાં લો ઇન્કમ સ્પોન્સર શીપ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત યોગ સેવક શિશુપાલ જ(ચેરમેન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ) પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે બાળકોને શિક્ષણની સાથે યોગ કરાવવું પણ જરૂરી છે યોગથી બાળકનો માનસિક અને શારીરિક વિકાસ થઈ શકે છે. યોગી ક્યારે રોગી હોઈ શકે નહીં અને યોગી ક્યારે ગરીબ હોતો નથી.

દેત્રોજ કડી માર્ગ પરના કુકવાવ પાટીયા પાસે આવેલી અંગ્રેજી માધ્યમની સુમન નિર્મલ મીંડા શાળાના વિશાળ પરિસરમાં સરકારની ગાઈડલાઈન પ્રમાણે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિપદે યોગ સેવક શિશુપાલ ચેરમેન રાજ્ય યોગ બોર્ડ, વી.બી. વેદી (ઓએસડી મીંડા ગ્રુપ) ડોક્ટર આર.પી. સિંઘ, પ્રિન્સિપલ સહિત શિક્ષક, બાળકો, વાલીઓને મીડિયાકર્મી ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ શાળાના બાળકો દ્વારા સ્વાગત ગીત સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. આ પ્રસંગે મીંડા સ્કૂલના પ્રિન્સિપલ આરપી સિંઘે જણાવ્યું હતું કે અતિપછાત વિસ્તારના બાળકોને સારું શિક્ષણ મળે તેવા હેતુસર ગ્રુપ દ્વારા વિસ્તારમાં અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરાઈ છે.

વિસ્તારના કેટલાક એવા બાળકો છે જે ખૂબ જ હોશિયાર અને પ્રતિભાશાળી છે, પરંતુ કોઈપણ કારણસર બાળકો અભ્યાસથી વંચિત ના રહી જાય તે માટે કેટલાક બાળકોને વિનામૂલ્યે શિક્ષણ અને અભ્યાસ માટે મીંડા ગ્રુપ દ્વારા નક્કી કરાયું છે. જેમાં બાળકોનું ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચનો પણ સમાવેશ થાય છે.

100 બાળકોની કસોટી લેવાશે કસોટીમાં 70 ગુણ પ્રાપ્ત કરનાર તમામ બાળકો જે ગમે તે માધ્યમમાંથી આવતો હોય તે ને અંગ્રેજી માધ્યમમાં વિના મૂલ્ય ભણાવાશે. સમારોહના મુખ્ય અતિથિ પદેથી યોગ સેવક શિશુપાલજીએ જણાવ્યું હતું કે દેત્રોજ તાલુકાના 100 બાળકોને નિ શુલ્ક શિક્ષણ આપવાની સીએસઆર અંતર્ગત શરૂઆત સુમન નિર્મલ મીંડા ગ્રુપ દ્વારા કરવામાં આવી છે. તે ખુબ જ સરાહનીય નિર્ણય છે. અન્ય કંપનીઓ પણ સીએસઆર અંતર્ગત આવા કાર્યની શરૂઆત કરે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો