તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:દેત્રોજના બામરોલીમાં મકાનના ગાળા મુદ્દે તકરારમાં હુમલો કરાયો

રામપુરાભંકોડા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામની 4 વ્યક્તિએ બોલાચાલી કરી લાકડી તથા પથ્થર વડે હુમલો કરતાં 3ને ઇજા

ચુંવાળ પંથકના બામરોલી ગામ મકાનના ગાળાની બાબતે તકરાર થતા ચાર શખ્સો સામે દેત્રોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી છે.દેત્રોજ તાલુકાના છેવાડે આવેલા બામરોલી ગામે રહેતા મનુજી રણજીતસિંહ ઝાલા (ઉં. વ. 40) અને પિતા, મોટાબાપા ત્રણે જણા કટોસણ રોડ જવા વડ નીચે વાહનની રાહ જોઈ રહ્યા હતા. તે દરમિયાન ગામના અભેસંગ બબાજી ઝાલા, ગોવિંદજી બબાજી ઝાલા, શક્તિસિંહ અભેસંગ ઝાલા અને વિજયસિંહ અભેસંગ ઝાલા આવ્યા હતા અને મકાનનો ગાળો કેમ આપતા નથી તે બાબતે બોલાચાલી બાદ તકરાર થઇ હતી.

લાકડી અને પથ્થર વડે હુમલો કરી પિતા-પુત્ર અને મોટા બાપુને નાની મોટી ઈજા કરતાં પ્રથમ દેત્રોજ સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ ભાગ્યોદય કડી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર થી અમદાવાદ સિવિલમાં લઈ જવાયા હતા. મનુજી રણજીતજી ઝાલા રહે બામરોલી એ અભેસંગ બબાજી ઝાલા ગોવિંદજી બાબાજી ઝાલા શક્તિસિંહ અભેસંગ ઝાલા અને વિજયસિંહ અભેસંગ ઝાલા તમામ રહે બામરોલી સામે દેત્રોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વધુ તપાસ અરવિંદભાઈ થાવ રાજી એ.એસ.આઇ દેત્રોજ પોલીસ સ્ટેશન કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...