સંગ્રામ પંચાયત:લોકશાહીનો રવિવાર, 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદારો પોતાના મતાધિકારનો ઉપગોય કરી શકશે, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

રામપુરાભંકોડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે મતદાન: અમદાવાદ-બોટાદ જિલ્લામાં આવેલી ગ્રામ પંચાયતની રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાશે. જે માટે તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે. પોલીસને પણ બંદોબસ્તમાં ગોઠવી દેવાયો છે.
  • દેત્રોજ તાલુકાની 27 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે મતદાન યોજાશે

દેત્રોજ તાલુકાના 27 ગામોમાં સરપંચ અને સભ્યો માટે આજે સવારે 7:00 થી સાંજના છ વાગ્યા સુધી મતદાન થશે. તાલુકાના ગામોમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારો માં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ચૂંટણી પૂર્વે ઉમેદવારો દ્વારા પ્રચાર કાર્ય કરવામાં આવ્યું હતું. તમામ ગામોમાં છેલ્લી રાતે તમે તમામ ઉમેદવારોએ મતદારોને રિઝવવા માટે એસીડીટી નો જોર લગાવ્યું છે.

બહારગામ રહેતા મતદારોને મત અપાવવા માટે લાવવા -લઈ જવા સહિતની સુવિધા ઉમેદવારો દ્વારા કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તમામ વ્યવસ્થાને આખરી ઓપ આપી તમામ મતદાન મથકો ઉપર પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર સહિત કર્મચારીઓને તમામ જરૂરી સાહિત્ય આપી તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી હતી. પોલીસ વિભાગ દ્વારા પણ મતદાન મથકો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સાંજના 06:00 સુધી મતદારો બેલેટ પેપરથી મનગમતા ઉમેદવારને મતદાન કરશે.

ધંધુકામાં ચૂંટણી માટેની તૈયારીઓ
ધંધુકા તાલુકામાં 29 ગ્રામપંચાયતોની ચૂંટણેની તૈયારીઓ તંત્ર દ્વારા પૂરી કરી દેવામાં આવી છે. મતપેટીઓ સાથે સ્ટાફ જે તે ગામ જવામાટે તૈયારી કરી હતી.

સાણંદ : આજે 54 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે ​​​​​​​
સાણંદ તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણી રવિવારે યોજાવાની છે. સાણંદના માધવનગર પાસે આવેલ મોડેલ સ્કુલ ખાતે સ્ટ્રોંગરૂમ ખાતેથી શનિવારે અલગ અલગ ગામોમાં કર્મચારી અને પોલીસ જવાનો મતદાન બૂથો પર રવાના થયા હતા.ચૂંટણી લક્ષી તમામ સામગ્રી સાથે લઈ કર્મચારીઓ પોતાના બૂથ પર પોલીસ હોમગાર્ડ જવાનો સાથે રવાના હતા. આજે રવિવારે સાણંદ તાલુકાની 54 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. જે માટે તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે. સાણંદ તાલુકામાં 131 મથકો ઉપર મતદાન થશે.

તાલુકામાં 63419 પુરુષો તેમજ 59382 સ્ત્રી મતદારો મળી તાલુકામાં કુલ 1,22,801 મતદારો પોતાના મતાધીકારનો ઉપયોગ કરશે. 54 ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે 152 અને સભ્ય પદ માટે 462 ઉમેદવારો મેદાનમાં છે. શાંતિ પૂર્ણ માહોલ વચ્ચે મતદારો મતદાન કરી શકે તે માટે હોમગાર્ડથી લઈ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત સાણંદ તાલુકાના ૫૪ ગ્રામ પંચાયતના 131 મથકોમાંથી 41 સંવેદનશીલ અને 22 અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...