રજૂઆત:વિરમગામથી સદાતપુરા અને સિહોર બસ શરૂ કરવા માંગ

રામપુરાભંકોડા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિરમગામ ધારાસભ્યને બસ શરૂ કરાવવા રજૂઆત કરાઇ

વિરમગામ થી સાંજના 6 વાગ્યાની આસપાસ ઉપડી વાયા જકસી, ભડાણા, રામપુરા ,છનીયાર, ને સદાતપુરા રાત્રી રોકાણ કરતી બસ અને વહેલી સવારે વીરમગામ થી ઉપડી વાયા જકશી, ભડાણા, અશોકનગર, રામપુરા, વાસણાથી સિહોર બસ શરૂ કરવા પંથકવાસીઓઓની માંગ ઉઠવા પામી છે. છેલ્લા કેટલાક વર્ષોથી વિરમગામ ડેપો દ્વારા આ બસો બંધ કરવામાં આવી છે. વિરમગામ, માંડલ અને દેત્રોજ તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમાં એસટી બસ વ્યવહાર વિરમગામ ડેપો દ્વારા કરવામાં આવે છે.

છેલ્લા કેટલાક વર્ષોથી બંધ કરવામાં આવેલી એસટી બસો પુનઃ શરૂ કરવા પંથકના લોકો માંગ કરી રહ્યા છે. વિરમગામ થી સદાતપુરા રાત્રી રોકાણ બસ શરૂ કરવા ની માંગ ઉઠવા પામી છે. વિરમગામ થી સાંજના 06:00 કલાકે ઉપડી વાયા જકસી ભડાણા અશોકનગર રામપુરા છનીયાર સદાતપુરા રાત્રી રોકાણ કરી વહેલી સવારે સદાતપુરા થી ઉપડી વાયા કોઈન્તિયા પનાર વિરમગામ પહોંચી પરત વિરમગામ થી સવારે ઉપડી જકશી, ભડાણા, રામપુરા થઈ શિહોર અને શિહોર થી પરત આ રૂટ પરથી વિરમગામ પહોંચે કેવી રીતે એક જ બસ બન્નેરૂટ નો સમાવેશ થાય તેવી રીતે ચાલુ કરવા લોકમાંગ ઉઠવા પામી છે.

હાલ સાંજના સમયે જકશી ભડાણા અશોક નગર રામપુરા છનિયાર સદાતપુરા ની એક પણ બસ સેવા ચાલુ નથી. તેવીજ રીતે વહેલી સવારના સમયે સદાતપુરા થી વિરમગામ તરફ જવા માટે અને વિરમગામથી જકશી ભડાણા અશોકનગર રામપુરા ને સિહોર તરફ બસ સેવા મળતી નથી. અગાઉ આ સમયમાં બંને રૂટો પર આ બસો દોડતી હતી. આ બંને રૂટો પર બસો શરૂ કરવામાં તેવી લોક માંગ ઉઠવા પામી છે. બસ પુનઃ શરૂ કરાવવા લાખાભાઈ ભરવાડ ને વિસ્તારના લોકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...