તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:લોકડાઉનમાં બંધ કરાયેલી ST બસ ફરી શરૂ કરવા માગણી

રામપુરાભંકોડા7 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોનાવાયરસ ની મહામારી ને લઈને લોકડાઉન દરમિયાન વિરમગામ માંડલ દેત્રોજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દોડતી એસ.ટી.બસો બંધ કરાઇ હતી. બંધ કરવામાં આવેલી એસટી બસો પુનઃ શરૂ કરવા ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ દ્વારા નિયામક એસ.ટી.વિભાગને પત્ર દ્વારા રજુઆત કરવામાં આવી છે.

વિરમગામ - કલ્યાણપુરા મોટા હરીપુરા, ભુજીયા પુરા, નરસિંહપુરા, નાના હરીપુરા હમ જીપુરા પાટીયા, અમદાવાદ- સવલાણા વાયા સાણંદ રેથલ રામછાપરી, લીમડી- ભગવાનપુરા શાહપુર, ઝેઝરા, અસલગામ જેતાપુર રાત્રી રોકાણ, વિરમગામ વનથળ ઝેઝરા જેતાપુર સવારની બસ, વિરમગામ - વાસવા -જેતાપુર બપોરની, વીરમગામ થોરી થાંભા -ધુલેટા -અસલગામ, રાત્રી રોકાણ, અને વિરમગામ -નાની કીશોલ સહિતની બસો શરૂ કરવા લેખિત પત્ર દ્વારા રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...