તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:રામપુરા-કાંઝ-દેત્રોજ માર્ગની બંને સાઇડ પર ગાંડા બાવળ

રામપુરાભંકોડા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાવળ માર્ગ પર નમી પડેલા હોવાથી વાહનચાલકોને ભારે હાલાકી

રામપુરા કાઝ દેત્રોજ માર્ગની બંને સાઇડ ઉપર ગાડા બાવળના ઉપદ્રવથી વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. વાહનચાલકો સહિત લોકોએ તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર અકસ્માતનું રાહ જોઈ રહ્યું હોય તેમ ગાડા બાવળ દૂર કરવામાં વિલંબ કરી રહ્યું છે.

દેત્રોજ તાલુકા મથક હોઇ રામપુરા, અશોક નગર, ભંકોડા, પનાર, કોઈન્તિયા, બોસ્કા, કાંઝ, શહીદ ગ્રામ્ય વિસ્તારના લોકો તાલુકા પંચાયત મામલતદાર વીજ કંપનીની કચેરી પોલીસ સ્ટેશન કોર્ટ સહિત કચેરીના કામે આવતા જતા હોય છે. આ માર્ગ પરની બંને સાઇડ ઉપર ગાડા બાવળ ના ઉપદ્રવથી માર્ગ પણ ઢંકાઈ ગયો છે વાહનચાલકો ને અકસ્માત નો ભય સતાવી રહ્યો છે. ગાડા બાવળ ના ઝુંડમાંથી નીલગાય ભૂંડ જેવા જંગલી પ્રાણી નીકળતા હોય અકસ્માત સર્જાય છે. માર્ગ પર ના ગાડા વાળો દૂર કરવા છેલ્લા કેટલાક સમયથી તંત્રને વિસ્તારના લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે છતાં પણ તંત્ર દ્વારા ગાડા બાવળોને દૂર કરવામાં આવ્યા નથી. સત્વરે માર્ગ પરના ગાડા બાવળ દૂર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...