તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:મોંઘવારી સામે કોંગ્રેસનું જનચેતના આંદોલન શરૂ

રામપુરાભંકોડા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માંડલ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બેનરો સાથે નારા લગાવી મામ.ને આવેદન આપ્યું

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા 7 જુલાઇથી 17મી જુલાઇ સુધી રાજ્યમાં મોંઘવારી વિરુદ્ધ જનચેતના આંદોલનનો પ્રારંભ થયો છે. માંડલ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રથમ વિસ્તૃત કારોબારીની યોજાઇ હતી. કારોબારી બેઠકના પ્રારંભે કોરોનાની મહામારીમાં મૃત્યુ પામેલા મૃતકોના પરિજનોને આર્થિક સહાય આપવાની માંગ સાથે મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી, આર્થિક પાયમાલી, શાળાઓમાં ફી રાહત સહિતની તમામ સમસ્યા ને લઈને જનચેતના આંદોલનનો પ્રારંભ કર્યો છે.

માંડલ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં લાખાભાઈ ભરવાડ ધારાસભ્ય વિરમગામ, પંકજસિંહ અમરશીભાઈ ઠાકોર, દિપીકાબેન, સહિત જિલ્લા અને તાલુકા કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો મોંઘવારી વિરુદ્ધ ના બેનરો અને નારા સાથે મામલતદાર ને આવેદન પત્ર આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...