તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:ઉઘરોજપુરા પાસેની કંપનીઓ સ્થાનિકોને રોજગારી આપતી નથી

રામપુરાભંકોડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આપનો ખેસ ધારણ કરી 200 યુવાન આપમાં જોડાયા ધરણાં, પ્રદર્શન, આંદોલન કરવા આપની ચીમકી

માંડલ તાલુકાના ઉઘરોજપુરા ગામે માંડલ અને દેત્રોજ તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ જિલ્લા આમ આદમી પાર્ટી ની ટીમની ઉપસ્થિતિમાં ઉઘરોજપુરા ગામના યુવાનો અને લેબર યુનિયન દ્વારા પોતાની રોજગારીની વ્યથા ની રજૂઆત કરી હતી. ઉઘરોજપુરા ગામની આસપાસના વિસ્તારમાં આવેલી કંપનીઓ સ્થાનિક યુવાનોને રોજગારી આપતી નથી તેવો આક્ષેપ કર્યો હતો. જમીન માલિકો નજીકના હોવા છતાં સો કિલોમીટરથી વધુ દૂરના યુવાનોને રોજગારી આપવામાં આવે છે.

પરંતુ સ્થાનિક યુવાનોને રોજગારી આપવામાં આવતી નથી. કંટાળીને આમ આદમી પાર્ટીનો ખેસ અને ટોપી ધારણ કરીને આશરે 200 યુવાનો લેબર યુનિયન સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા. આમ આદમી પાર્ટીએ કંપનીની રોજગારી આપવામાં દોહરી નીતિનો સખત શબ્દોમાં વખોડી સ્થાનિક યુવાનોને રોજગારી આપવા માંગ કરી છે. ટૂંક સમયમાં યુવાનોનો રોજગારીનો પ્રશ્ન હાલ નહીં થાય તો વિસ્તારના તમામ યુવાનોને સાથે લઈ ધરણા પ્રદર્શન અને આંદોલન પણ કરવા ની ફરજ પડશે.

આમ આદમી પાર્ટીની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું આ બેઠકમાં આમ આદમી પાર્ટીના હસમુખભાઈ પટેલ (જિલ્લા ઝોન સંગઠન મંત્રી ) ગીરીશભાઈ રાવલ જિલ્લા પ્રમુખ, પ્રકાશભાઈ પટેલ ઉપપ્રમુખ, જિલ્લા, માંડલ, અને દેત્રોજ તાલુકા ની ટીમ ઉપસ્થિત રહી હતી.

અન્ય સમાચારો પણ છે...