તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:મહેસાણા- વિરમગામ પેસેન્જર ટ્રેન ચાલુ કરવા ચુંવાળવાસીઓની માંગ

રામપુરાભંકોડાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નોકરિયાત વર્ગ સહિત લોકો હાલાકી ભોગવી રહ્યા છે

મહેસાણા- વિરમગામ વચ્ચે દોડતી પેસેન્જર ટ્રેન શરૂ કરવા ચુવાળ પંથકવાસીઓની માંગ ઉઠવા પામી છે. વિરમગામ મહેસાણા ખાનગી સરકારી નોકરીઓ કરતા કર્મચારી વર્ગ સહિતના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. લોકડાઉન દરમિયાન કોરોનાવાયરસની મહામારીને લઈને મહેસાણા વિરમગામ વચ્ચે દોડતી પેસેન્જર ટ્રેન રેલવે તંત્ર દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી બંધ કરવામાં આવી છે. લોકડાઉન ખુલ્યા ને મહિનાઓ વિતી જવા છતાં રેલવે તંત્ર દ્વારા વિરમગામ મહેસાણા વચ્ચે દોડતી પેસેન્જર ટ્રેન શરૂ કરવામાં આવી નથી.

વિરમગામ મહેસાણા નોકરી, આરોગ્ય, સહિતના કામકાજ અર્થે વિરમગામ મહેસાણા કરતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વિરમગામ મહેસાણા અને ચુવાળ પંથકના રામપુરાભંકોડા દેત્રોજ કટોસનરોડ જોટાણા સહિત ગ્રામ્ય વિસ્તારના લોકોને મહેસાણા વિરમગામ તરફ જવા આવવા માટેની સીધી બસ સેવા મળતી નથી. મહેસાણા વિરમગામ આવતા જતા નોકરિયાત વર્ગ અને હાલ સ્કૂલો કોલેજો શરૂ હોવાથી શિયાળાની કડકડતી ઠંડીમાં જીવના જોખમે વધુ ભાડું ચૂકવી ખાનગી વાહન તેમજ બાઇક દ્વારા અપડાઉન કરવું પડે છે.

રેલવે તંત્ર દ્વારા અમુક ટ્રેનો શરૂ કરવામાં આવી છે ત્યારે વિરમગામ મહેસાણા વચ્ચે દોડતી પેસેન્જર ટ્રેન ને પુનઃ કરવામાં આવે તેવી ચુંવાળ પંથક વાસીઓને માંગ ઉઠવા પામી છે. કોરોના મહામારીને કારણે લોકડાઉન લાગતાં સમગ્ર દેશમાં વાહન વ્યવહાર પર પ્રતિબંધ લદાયો હતો. પરંતુ લોકડાઉન હટાવી લેવાયાન લાંબો સમય વિતી ગયો હોવા છતાં ટ્રેન શરૂ કરવામાં ન આવતા નોકરિયાત વર્ગ સહિતનો વર્ગ ભારે પરેશાની ભોગવી રહ્યો છે. જેથી ટ્રેન શરૂ કરવા માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો