આરોગ્યલક્ષી સેવા:રામપુરાભંકોડામાં મા અને સાસુના નામની ચંપા, વિજયા હોસ્પિટલ બનાવવામાં આવી

રામપુરાભંકોડા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1984માં ચુંવાળના પછાત વિસ્તારના લોકોને આરોગ્યલક્ષી સેવા મળે તે હેતુથી
  • 38 વર્ષથી વિસ્તારના લોકો આરોગ્યલક્ષી સેવાનો લાભ લઇ રહ્યા છે

ચુંવાળ પંથકના અતિ પછાત વિસ્તારના લોકોને આરોગ્યલક્ષી સેવા મળી રહે તેવા હેતુ સાથે રામપુરાભંકોડાના વતની અને હાલ મુંબઈ સ્થિત ચીનુભાઈ હિંમતલાલ શાહે1984માં મા અને સાસુના નામની ચંપા -વિજયા હોસ્પિટલ બનાવવામાં આવી હતી. કન્યા કેળવણી અને મહિલા સશક્તિકરણ બાબતે રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ માટે વિવિધ યોજનાઓ થકી મહિલાઓ સામાજિક, રાજકીય, અને સરકારી નોકરીઓ સહિતમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી રહી છે.

ચુંવાળ પંથકના અતિ પછાત વિસ્તારના લોકોને આરોગ્યલક્ષી સેવા મળી રહે તેવા હેતુસર થી સર્વોદય મેડિકલ સોસાયટીની સ્થાપના કરી હતી. સર્વોદય મેડિકલ સોસાયટી ના નેજા હેઠળ 1984માં પોતાની માતા અને સાસુ ના નામની “ચંપા- વિજયા” જનરલ હોસ્પિટલ બનાવી હતી. છેલ્લા 38 વર્ષથી રામપુરાભંકોડા સહિત આસપાસના ગામોના લોકો આરોગ્યલક્ષી સેવાનો લાભ લઇ રહ્યા છે.

38 વર્ષ અગાઉ ચુંવાળ પંથક ના અતિ પછાત વિસ્તાર માં પાકા માર્ગો પણ હતા નહીં અને વાહનોની પણ સુવિધા નહોતી. તેવા સમયે અતિ પછાત વિસ્તાર ના લોકોને વિરમગામ અમદાવાદ આરોગ્યલક્ષી સારવાર માટે જવું પડતું હતું. કોરોનાની બીમારી સમયે હોસ્પિટલમાં કોવિડ સેન્ટર પણ ઊભું કરાયું હતું. ચીનું ભાઈ હિંમતલાલ શાહના લગ્ન મંજુલાબેન સાથે સુરેન્દ્રનગર જિલ્લાના ગામમાં થયા હતા.

તેઓએ પોતાની સાસુ ચંપાબેન અને પોતાની માતા વિજયાબેન ના નામ ની હોસ્પિટલ રામપુરાભંકોડા માં બનાવી પુત્ર અને જમાઈ તરીકેનું પદ શોભાવ્યું હતું. સાસુ અને માતા ના નામની ચંપા- વિજયા જનરલ હોસ્પિટલ સાથે રામપુરાભંકોડા માં પિતા શાહ હિંમતલાલ મગનલાલ ના નામે પ્રાથમિક, માધ્યમિક શાળા ને નામ આપવામાં આવ્યું છે. તેવી રીતે રામપુરા ભંકોડા ની પાંજરાપોળ પાંજરાપોળ તેમજ વિરમગામ, સુરેન્દ્રનગર, પાલીતાણા, મુંબઈ સહિત રાજ્યમાં અનેક સ્થળો પર શૈક્ષણિક, આરોગ્ય. સામાજિક સંસ્થાઓમાં મોટુ આર્થિક યોગદાન આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...