તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:ચુંવાળની શાળામાં પ્રથમ સત્રનો પ્રારંભ: ઓનલાઇન શિક્ષણકાર્ય

રામપુરાભંકોડા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
દેત્રોજની શાળામાં પુરતો સ્ટાફ હાજર રહ્યો હતો. - Divya Bhaskar
દેત્રોજની શાળામાં પુરતો સ્ટાફ હાજર રહ્યો હતો.
  • શિક્ષણ સહાયકની ભરતી અંતર્ગત હાજર થયેલા શિક્ષકોનું આચાર્ય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું

ચુવાળ પંથકની શાળાઓમાં પ્રથમ સત્રનો આરંભ થયો છે. શાળાઓમાં પૂરતો સ્ટાફ સાથે ઓનલાઇન શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. દેત્રોજ ની શેઠ શ્રી એલ. વી. એન્ડ કે.વી. ભાવસાર વિદ્યામંદિરમાં નવા સત્રની શુભ શરૂઆત થઈ છે. સરકાર દ્વારા શિક્ષણ સહાયકની ભરતી અંતર્ગત હાજર થયેલા શિક્ષકનું આચાર્ય કમલેશભાઈ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું પૂરો સ્ટાફ સ્ટાફ હાજર રહ્યો હતો.

મંડળના મંત્રી બી.કે.પટેલ અને દેવુભાઈ બ્રહ્મભટ્ટ અધ્યક્ષ સ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય કમલેશભાઈએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે ઓનલાઇન શિક્ષણ માધ્યમથી શિક્ષણ કાર્ય શરૂ થયું છે હાલમાં ધોરણ 10 માર્ક બનાવવાનું કામ યુદ્ધના ધોરણે થઇ રહ્યું છે. હજી બુકો આવી નથી પરંતુ આગામી તારીખ 18મી જૂનના રોજ ચોપડીઓ આવી જશે.

અન્ય સમાચારો પણ છે...