તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:દેત્રોજના સંગપુરામાં મોબાઇલમાં મેસેજ મોકલવાની બાબતે હુમલો

રામપુરાભંકોડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુહાડીના ઘા મારી જાતિ વિષયક અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપતા દેત્રોજ પોલીસમાં ફરિયાદ

સંગપુરા ગામે મોબાઇલમાં વોટ્સએપ મેસેજ બાબતે યુવાનને માથાના ભાગે કુહાડી મારી ગંભીર ઇજા કર્યા અંગેની પોલીસ ફરિયાદ દેત્રોજ પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગત મુજબ દેત્રોજ તાલુકાના સંગપુરા માં ત્રણ માસ અગાઉ મોબાઇલમાં મેસેજ મોકલવાની બાબત નો મનદુખ રાખી તકરાર થઇ હતી. જયેશભાઈ ભીખાભાઈ મકવાણા રહે સંગપુરા એ દેત્રોજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે જયેશભાઈ ભીખાભાઈ મકવાણા ઘરેથી પોતાનું મોટરસાયકલ લઈ નજીકના ઢોરિયા ગામે કંપનીમાં સાફ-સફાઈ ના કામે જઈ રહ્યા હતા. ગ્રામ પંચાયત પાસે ગામના કિરણજી ગાભુજી ઠાકોર તેમના ઘર પાસે કુહાડી લઈને ઊભા હતો. જયેશભાઇ ને ઉભો રાખી જાતિ વિષયક અપશબ્દો બોલી મોબાઈલમાં મેસેજ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. કિરણજી ઠાકોરે ઉશ્કેરાઇ જઇ પાસે રહેલી કુહાડી જયેશભાઈ ના માથાના પાછળના ભાગે ફટકારી હતી. નીચે પડી જતા ગડદાપાટુનો માર માર્યો હતો. બૂમાબૂમ કરતા જયેશભાઈ ના પિતા સહિત પરિજનો આવી જતા વધુ માંથી બચી જવા પામ્યો હતો. કિરણજીને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટયો હતો.

પ્રથમ દેત્રોજ સરકારી દવાખાનામાં સારવાર લીધા બાદ અમદાવાદ સિવિલમાં સારવાર બાદ ઘરે આવ્યો હતો. ઘરે આવ્યા બાદ દેત્રોજ પોલીસ સ્ટેશનમાં મોબાઇલમાં મેસેજ આપવાની બાબતનું મનદુખ રાખી જાતિ વિષયક અપશબ્દો બોલી મારી નાખવાના ઇરાદાથી કુહાડી મારી ગંભીર ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની કિરણજી ગાભુજી ઠાકોર રહે સંગપુરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...