તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:દેત્રોજના સુવાળા ગામે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ અટકાવવા ગયેલી પોલીસ પર હુમલો

રામપુરાભંકોડા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સુવાળા ગામે માતાજીના મંદિરમાં રમેલના કાર્યક્રમમાં ટોળાં એકઠાં થયા હતા
 • 100થી 150ના ટોળાને વિખેરાઇ જવાનું કહેતા ટોળું લાકડી, ધોકા, પથ્થર લઇ પોલીસ પર તૂટી પડી
 • 24 સામે દેત્રોજ પોલીસમાં ફરિયાદ નોંધાઇ

દેત્રોજ તાલુકાના છેવાડે આવેલા સુંવાળામાં ધાર્મિક કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન થતું અટકાવવા માટે ગયેલી દેત્રોજ પોલીસની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં પી.એસ.આઇ અને બે કોન્સ્ટેબલને હાથ-પગે નાની-મોટી ઇજા થતાં પ્રથમ દેત્રોજ સરકારી દવાખાનામાં અને ત્યારબાદ કડી ખાનગી દવાખાનામાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. પોલીસ આરોગ્ય સહિત નું તંત્ર કોરોના વાયરસના સંક્રમણની રોકવા માટે સરકારની ગાઇડ લાઇન અને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેર નામાનુ પાલન કરાવવા સતત પ્રયાસ કરી રહી છે.

દેત્રોજ તાલુકાના સુંવાળા ગામે કટોસણા વાસમાં માના મંદિરના ચોકમાં માતાજીની રમેલમાં 100થી 150 માણસો ભેગા થયા હતા. સરકારની ગાઇડ લાઇનનો ઉલ્લંઘન થતું હોય તેને અટકાવવા માટે દેત્રોજ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એ. એન. નીનામા, સિદ્ધરાજસિંહ, જગદીશજી, સહદેવસિંહ પોલીસ ડ્રાઇવર, અને જીઆરડી સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. એ. એન.ની નામા પી.એસ.આઇ સહિતની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી તે દરમિયાન 100થી 150 માણસો જેમાં સ્ત્રી પુરુષો ગાદલામાં બેઠા હતા.

માસ્ક વિનાના, સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન થતું હતું કોઈ પણ મંજૂરી લીધા વિના લાઉડ સ્પીકર ઢોલ ડાકલા સાથે ધાર્મિક કાર્યક્રમની ઉજવણી થઇ રહી હતી. પોલીસની સૂચનાનું ઉલ્લંઘન કરી ટોળાએ લાકડી, ધોકા ઈટોના રોડા પથ્થર લોકો પોલીસ ટીમ પર કર્યો હતો.

જેમાં પી.એસ.આઇ એ. એન. ની નામા, જગદીશજી ઠાકોર, સિધ્ધરાજસિંહ પોલીસ કોન્સ્ટેબલને હાથ, કાન, માથા સહિત શરીરના ભાગે નાની મોટી ઈજા થતાં પ્રથમ દેત્રોજ સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર લીધા બાદ કડીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જગદીશ ઠાકોર પોલીસ કોન્સ્ટેબલ દેત્રોજ દ્વારા ૨૪ સામે દેત્રોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી છે. પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો