તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિયુક્તિ:અમદાવાદ જિલ્લા ભાજપમાં કારોબારી સભ્યોની નિમણૂક કરાઈ

રામપુરાભંકોડા25 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા કારોબારી / આમંત્રિત, અને વિશેષ આમંત્રિત સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા કારોબારીમાં 70 સભ્યો, આમંત્રિત સભ્યો 43, અને વિશેષ આમંત્રિત કારોબારી સભ્ય 21ની નિમણૂક કરાઇ છે. કારોબારી સભ્ય તરીકે વિરમગામ તાલુકામાં લક્ષ્મણ સિંહ મોરી, હસમુખભાઇ પટેલ, મફાભાઈ ભરવાડ, શરદભાઈ પટેલ, જીતેન્દ્રભાઈ પટેલ, કમરૂદ્દીનભાઈ સિદાંણી, જગદીશભાઈ મેણીયા, માંડલ તાલુકો નીરૂબેન ચાવડા, ઇશ્વરભાઇ સોલંકી, મનુભાઈ પાવરા, અને દેત્રોજ તાલુકામાં લક્ષ્મણસિંહ સોલંકી, દીપસિંહ સોલંકી, મનુજી ઠાકોર, કાંતાબેન ઠાકોર અને પીન્કીબેન પટેલની નિમણૂક કરવામાં આવી છે.

જિલ્લા આમંત્રિત કારોબારી સભ્યોમાં લક્ષ્મણભાઈ ચાવડા, પ્રભુભાઈ કો. પટેલ, ભાઈરામભાઈ કો. પટેલ, કેહુભગત, ચિતરંજન બાપુ, માંડલ તાલુકામાં અજીતકુમાર રાવલ, દામોદરભાઈ પટેલ, મણિલાલ (અમુભાઈ) પટેલ, કનૈયાલાલ પટેલ, જયંતીભાઈ પટેલ, દેત્રોજ તાલુકામાં કિર્તીભાઈ જાની, યોગેશભાઈ પટેલ, રસિકભાઈ પટેલ, અને વિશેષ આમંત્રિત સભ્યોમાં ડોક્ટર તેજશ્રીબેન પટેલ અને વજુભાઈ ડોડીયાની નિમણૂક કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...