હાલાકી:રામપુરા, કાંઝ અને દેત્રોજ માર્ગ પર બાવળનો ઉપદ્રવ, બાવળથી માર્ગ ઢંકાતા અકસ્માતનો ભય

રામપુરા ભંકોડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સહિત ચુવાળ પંથક માં સતત વરસેલા હળવાથી ભારે થી ભારે વરસાદને કારણે ચુંવાળ પંથકના રામપુરા થી કાંઝ દેત્રોજ માર્ગ પર ગાડા બાવળ નો ઉપદ્રવ વધી જવા પામ્યો છે. ગાડા બાવળના ઉપદ્રવના કારણે માર્ગની બંને સાઇડથી માર્ગ ઢંકાઈ ગયો છે. માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વળાંકમાં અકસ્માત થવાનો ભય પણ રહ્યો છે. રાત્રિના સમયે ગાંડા બાવળના ઝુંડમાંથી ભૂંડ રોઝ નીલગાય જેવા જંગલી જાનવર અચાનક રોડ પરથી પસાર થતા હોવાથી વાહનચાલકો અકસ્માતનો ભોગ બનતા હોય છે. તંત્ર દ્વારા માર્ગ પરથી ખાડાઓ રિપેર કરવામાં આવ્યા છે. ત્યારે માર્ગની બંને સાઇડ ઉપરથી ગાંડા બાવળો ને દૂર કરવામાં આવે તેવી વાહનચાલકો અને રાહદારીઓની માંગ છે.ગાંડા બાવળ એટલી હદે ઉગી નીકળ્યા છે કે, ગામલોકોમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...