તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મદ્રિસણા ગામ સીમના બોર પરથી વિદેશી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

રામપુરા ભંકોડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાર, બાઈક સાથે રૂ.3,94,100 નો મુદ્દામાલ કબજે કરી ત્રણ શખ્સો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી

દેત્રોજ પોલીસની ટીમે મદ્રિસણા ગામની સીમમાં ખેતરમાં બોર ની ઓરેડી પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડયો હતો. રૂ1,19,100 નો દારૂ કાર અને બાઇક સાથે રૂ.3,94,100 નો મુદ્દામાલ કબજે કરી ત્રણ શખ્સો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

દેત્રોજ પોલીસ સ્ટેશનના એ. એન. નીનામા પી.એસ.આઇ. સહિત પોલીસ ટીમ દેત્રોજ વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી. બાતમીને ધ્યાનમાં લઇ એ. એન. નીનામા પી.એસ.આઇ. અરવિંદભાઈ થાવરાજી, જીતેન્દ્ર કુમાર એ.એસ.આઇ. પંચદેવ કુમાર સ્વામિનાથ પાંડે, અનુપસિંહ, સિધ્ધરાજસિંહ, વનરાજસિંહ,અ.પો.કો. સહિતની ટીમે મદ્રિસણા ગામ ની સીમમાં આવેલા ખેતર માં બોર પર છાપો માર્યો હતો. ભારતીય બનાવટ નો અંગ્રેજી દારૂ અને બિયર નો જથ્થો કબજો કર્યો હતો.

ભારતીય બનાવટ નો અંગ્રેજી દારૂની નાની મોટી બોટલ નંગ કુલ-641 અને બિયર ટીન નંગ-94 સાથે જેની બજારકિંમત કુલ રૂ.1,19,00 નો મુદ્દામાલ સાથે સ્થળ પરથી કાર અને બાઇક જેની બજાર કિંમત રૂ.2,75,000 સાથે કુલ રૂ.3,94,100 નો મુદ્દામાલ કબજે કરી ત્રણ શખ્સો સામે દેત્રોજ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...