અમદાવાદ ગ્રામ્ય એસ ઓ જી ની ટીમે ઉખલોડ ગામ માંથી ડિગ્રી વગરના ડોક્ટરને એલોપેથિક દવા ઇન્જેક્શન સહિત રૂ.6,57,877 નો મુદ્દામાલ કબજે કર્યો છે. એસ.ઓ.જી અમદાવાદ ગ્રામ્ય ના ડી.એન.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ બોગસ ડોક્ટરોની ઝડપી પાડવા એસઓજીની ટીમે કમર કસી છે. અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી. શાખાના અ.હે.કો. તે જદીપસિંહ વિરમદેવસિંહ રાણાને ખાનગી રાહે બાતમી મળી હતી.
બાતમીને આધારે અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી શાખાના ડી.એન.પટેલ પી.આઈ. એમ. જી. પરમાર પી.એસ.આઇ, એન.એલ. દેસાઈ પી.એસ.આઇ, અ.હે.કો. તેજદિપસિંહ, ગણેશભાઈ, શક્તિસિંહ, અ.પો.કો. ત્રિલોક કુમાર અને પોલીસ કોન્સ્ટેબલ હર્ષદભાઈ સહિતની ટીમે ઉખલોડ ગામે છાપો માર્યો હતો.
ઉખલોડ ગામે દુકાન ભાડે રાખી એલોપેથીક માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર એલોપેથિક તબીબીની પ્રેક્ટિસ કરી એલોપેથીકની ગેરકાયદેસર દવાઓ આપતો ગણેશ ઉર્ફે પિન્ટુ રામાજી ડાયાજી ઠાકો (રહે, હાલ વિરમગામ ટાવર પાસે સુથાર ફળી ચોક, મહેશભાઈ ભરવાડ)ના મકાનમાં ભાડે રહે છે. જે મૂળ (રહે, ચુંવાળ ડાંગરવા તાલુકો દેત્રોજ)ને જુદી જુદી એલોપેથી દવા, ઇન્જેક્શન, મેડિકલ સાધનો મળી કુલ રૂપિયા6,57,877 નો મુદ્દામાલ કબજે કરી ધરપકડ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.