વિઠલાપુર પોલીસની ટીમે મળેલી બાતમીના આધારે સાદરા ગામે જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને રૂપિયા 14200 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ જેલ હવાલે કર્યા હતા. વિઠલાપુર પોલીસ સ્ટેશનના કે. એમ. પ્રિયદર્શી પી.આઈ નીતીશ કુમાર એએસઆઈ, વિષ્ણુભાઈ, ઉમેદભાઈ, રાજેન્દ્રસિંહ, મેહુલ કુમાર, વિનોદ કુમાર, અ પોલીસ કોસ્ટેબલ સહિતની ટીમ વિઠલાપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન રાજેન્દ્રસિંહ અ પોલીસ કોન્સ્ટેબલને બાતમી મળી હતી.
બાતમીના આધારે સાદરા ગામે કુંવરજી જી ઠાકોર ના મકાનની બાજુમાં લીમડાની નીચે ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સો ને રૂ.14,200 ના મુદ્દામાલ સાથે તમને ઝડપી લીધા. જુગાર રમતા પકડાયેલા આરોપીઓમાં અગરસંગજુગાજી ઠાકોર, કુંવરજી ધુડાજી ઠાકોર, કનુસિંહસુરજસિંહ ઝાલા, પ્રભુજી કમાજી ઠાકોર, મહેશજી ચતુરજી ઠાકોર, પ્રહલાદજી ગાંડાજી ઠાકોર, રહે, બેચરાજી, રાજાજી રૂપસંગજી ઠાકોર રહે બેચર ગામ તાલુકો બેચરાજી, તમામને ને ઝડપી લઇ જેલ હવાલે કર્યા હતા. અંગેની વધુ તપાસ વિઠલાપુર પોલીસ કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.