તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ભાડે કાર કરી આવેલા 4 શખ્સો એદલા પાસે ડ્રાઇવરને મારી કાર લૂંટી ફરાર

રામપુરાભંકોડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સીટીએમથી કાર ભાડે લઇ ગયા હતા : ડ્રાઇવરે માંડલ પોલીસ મથકમાં 4 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી

અમદાવાદ સીટીએમથી વિરમગામ માટે ચાર અજાણ્યા શખ્સોએ રૂપિયા રૂ.2200 કાર ભાડે કરી હતી. એદલા ચોકડી પાસે ચાલકની પાસેથી મોબાઈલની લૂંટ કરી ધક્કો મારી કાર લઈને ચાર શખ્સો ફરાર થયા હતા. કારચાલક નજીક આવેલા પેટ્રોલ પંપ હકીકત જણાવતા એડલા ચોકડી પર બનાવ બન્યો હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ કારચાલકે માંડલ પોલીસ સ્ટેશનમાં ચાર અજાણ્યા શખ્સો સામે લૂંટ કરી કાર સાથે ફરાર થયા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

લાભ શંકર નંદશંકર (ઉં.વ. 46 રહે વડોદરા) ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. અમદાવાદ સીટીએમ હાટકેશ્વર પુલની નીચે કારમાં બેઠા હતા. તે દરમિયાન અજાણ્યા ચાર યુવાનોએ વિરમગામ તરફ જવા ગાડી ભાડે કરવાનું જણાવ્યું હતું. કારના ચાલકે ગાડીના માલિક સાથે વાત કરી રૂપિયામાં 22 50માં વિરમગામ નું ભાડું નક્કી કર્યું હતું. નારોલ થઈને વિરમગામવાળા રોડ પર રવાના થયા હતા. ડ્રાઇવર સીટની બાજુમાં બેઠેલા છોકરાએ પોતે રસ્તો જોયો હોય ગાડી ચલાવવાનું કહેતા કારચાલકે નાના છોકરાને ગાડી હંકારવા આપી હતી કારનો ચાલક આગળની સીટમાં બાજુમાં બેઠો હતો.

જ્યારે ત્રણ છોકરાઓ પાછળ બેઠા હતા. વિરમગામ આવી જતાં કાર ચાલકે ચારે અજાણ્યા શખ્સોને જણાવ્યું હતું. પરંતુ અજાણ્યા શખ્સોએ આગળના રસ્તે અમારું કામ ચાલુ છે. જેથી વિરમગામથી આગળના રસ્તે કાર હંકારી હતી. અવાવરું જગ્યા પર ગાડી ઉભી રખાવી મોબાઈલની લૂંટ કરી ધક્કો મારી ચાલે અજાણ્યા શખ્શો કાર લઇને નાસી છૂટયા હતા. કારનો ચાલક નજીકના પેટ્રોલ પમ્પ પર જઈ તમામ હકીકત જણાવતા એદલા ચોકડી પર ઘટના ઘટી હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...