તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાર્મિક:માંડલના સીંણજ ગામે ખોદકામ દરમિયાન જમીનમાંથી જૈન તીર્થંકરની 3 મૂર્તિ મળી આવી

રામપુરાભંકોડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 600 વર્ષ કે તેથી વધુ સમયની મૂર્તિઓ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે : મૂર્તિઓનો અભિષેક કરી રામજી મંદિરમાં રાખવામાં આવી છે, પુરાતત્વ વિભાગ પણ દોડી ગયો

માંડલ તાલુકાના છેવાડે આવેલા સીંણજ ગામમાં રામજી મંદિરના પાછળના ભાગમાં આવેલા મકાનમાં ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની 3 પ્રતિમા મળી આવી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ નવુભા રાયમલ સિંહ ઝાલાના ઘરની બાજુમાં પાણીનો હોજ બનાવવા માટે ખોદકામ કરતી વખતે જમીનમાંથી ત્રણ મૂર્તિઓ મળી આવી હતી. આરસપહાણ કે સંગેમરમરથી બનાવેલી મૂર્તિ હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે. 600 વર્ષથી પણ વધુ સમય પહેલાની પ્રતિમા હોવાનું પણ જણાવી રહ્યા છે.

ગામ અગ્રણીના જણાવ્યા મુજબ ગામ ખૂબ જ ભાગ્યશાળી હોય ભગવાનની પ્રતિમા નીકળી છે માટે સ્થળ પરજ મંદિર બનાવી તેમાં ધામધૂમથી મૂર્તિની સ્થાપના કરવાનું ગ્રામજનો વિચારી રહ્યા છે. હાલમાં સીણજ ગામમાં દરબારી સમાજના ઘર આવેલા છે. પરંતુ વર્ષો પહેલા ગામમાં જૈનો રહેતા હતા પરંતુ ધંધા રોજગાર અર્થે અન્ય સ્થળોમાં સ્થળાંતર કર્યું હોવાનું ગામજનો જણાવી રહ્યા છે. મૂર્તિને લઈને ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પુરાતત્વ વિભાગને જાણ થતાં પુરાતત્વ વિભાગની ટીમ સીણજ ગામે આવી પહોંચી હતી. મૂર્તિ સહિત જગ્યાનું નિરીક્ષણ કર્યું હતું. ગ્રામજનોની માંગને લઈને હાલ રામજી મંદિરમાં સેવા, પૂજા, આરતી સહિતની નિત્ય ધાર્મિક ક્રિયા થાય તેવા હેતુસર રામજી મંદિરમાં મૂર્તિ મૂકાઇ છે. બહુચરાજી જૈન સંઘ સહિત જૈન અગ્રણીઓ સીણજ ગામે આવી પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...