અનલોક:દેકાવાડા અને રામપુરામાંથી 15 જુગારીને ઝડપી લેવાયા

રામપુરાભંકોડા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નવા વરાયેલા PSIનો સપાટો

દેત્રોજ પોલીસ સ્ટેશનમાં નવા વરાયેલા પી.એસ.આઇ એ અસામાજિક પ્રવૃત્તિ સામે લાલ આંખ કરી છે દેત્રોજ તાલુકાના દેકાવાડા અને રામપુરા ગામે જુગાર રમતા 15 શકુનિઓને ઝડપી પાડયા છે. વાહન અને રોકડ રકમ સાથે બે લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. દેત્રોજ પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ દેત્રોજ પોલીસ સ્ટેશન નવા વરાયેલા પી.એસ.આઇ જેડી દેવડાએ ચાર્જ સંભાળતાની સાથે જ અસામાજિક પ્રવૃત્તિ ઓ આચરનારા તત્વો સામે લાલ આંખ કરી છે.

દેત્રોજ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ જે ડી દેવડાને મળેલી બાતમીને આધારે જીતેન્દ્રકુમાર એ.એસ.આઇ પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ જતી અજીતસિંહ નરેશભાઈ  વનરાજસિંહ અર્જુનસિંહ નિલેશભાઈ યુવરાજસિંહ અને રામપુરાભંકોડા આઉટ પોલીસ સ્ટેશનના રાજુભાઈ થાવરાજી ઈએસઆઈ સહિતની ટીમે બાતમીને આધારે દેકાવાડા ગામની સીમ અને રામપુરાભંકોડામાં છાપો માર્યો હતો. દેકાવાડા ગામની સીમમાં બોર પાસેની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા આઠ  શકુનિઓને કાર ત્રણ બાઇક મોબાઇલ અને રોકડ રકમ સાથે કુલ રૂપિયા 197140ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ તમામને જેલ હવાલે કર્યા હતા. જ્યારે રામપુરાભંકોડા ગામે સાત શખ્સોને જુગાર રમતા રૂપિયા 3330ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. તમામ સામે ગુનો નોંધી કાર્યવાહી કરાઇ હતી. 

અન્ય સમાચારો પણ છે...